કાર્યવાહી:નદીના પટમાં ડન્કીનું 16 હજારનું ડિઝલ ચોરાયું, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના દહેવાણ સ્થિત મહી નદીના પટ્ટ પર રાખેલી ડન્કી માટેનું રૂપિયા 16 હજારની મતાનું ડિઝલ ચોરી થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દહેવાણ છીણાપુરા રોડ નગોજી તળાવ પાસે મહેન્દ્રસિંહ ઉર્ફે અર્જુનભાઈ બચુભાઈ પરમાર રહે છે. તેમણે મહીસાગર નદીનો 20 હેકટર જેટલો વિસ્તાર માછલી અને જીંગા ઉછેરવા માટે વાર્ષિક રૂપિયા એક લાખના ભાડે 20 વર્ષ માટે ભાડે લીધો છે. ત્યાં તેમણે પાણીની ડન્કીઓ અને જનરેટર મુકયું છે.

તેના માટે જરૂરી ડીઝલ 160 લિટર પ્લાસ્ટીકના પીપમાં ભરીને મુકી રાખ્યું હતું. જે અજાણ્યા શખસો ચોરી જતાં પોલીસે રૂપિયા 16 હજારની મતાની ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...