ભાવ વધારો:વરસાદને કારણે કર્ણાટકમાંથી ટામેટાની આવક બંધ થતાં ભાવ કિલોએ 80 થયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરોતરમાં લોકલ ટામેટાની આવક પણ ઘટતાં ભાવ ઉંચકાયા

ઉનાળુ સિઝનમાં આણંદ-ખેડા જિલ્લામાં પાકતાં ટામેટાની આવક ઘટી જાય છે. હાલમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનથી ટામેટાની આયાત થાય છે. પરંતુ કર્ણાટક અને આસપાસના રાજ્યમાં વરસાદી માહોલને કારણે ટામેટાની આવક ઘટી ગઇ છે. જયારે પેટ્રોંલ ડિઝલના ભાવ વધારાને પગલે અન્ય રાજ્યમાંથી આવતાં ટામેટા ભાવ વધારો થયો છે. બે દિવસ અગાઉ આણંદ-નડિયાદના બજારમાં 50 થી 60 રૂપિયે કિલો વેચાતા ટામેટાના ભાવ 24 કલાકમાં વધીને 70થી 80 રૂપિયે કિલો થઇ ગયા છે.

વૈશાખમાં કેટલાંક સમાજમાં લગ્નની સીઝન ચાલુ થઇ હોવાથી ટામેટાની માગમાં વધારો થયો છે. ડિમાન્ડની સામે આવક ઓછી હોવાથી હાલમાં ટમેટાનો ભાવ રૂ. 70 થી 80 સુધી પહોંચ્યો છે. અન્યથા અત્યારે ટમેટાનો ભાવ રૂ.50 થી 60 સુધી હોય છે. આ અંગે વેપારીઓના જણાવ્યાનુસાર સામાન્ય રીતે બેંગ્લોરથી ટામેટા વધુ આવતા હોય છે. પરંતુ ત્યાં આવેલા વરસાદને કારણે ટામેટાની આવક ત્યાંથી બંધ થઈ છે. શનિવારે ટમેટાની આવક 572 ક્વિન્ટલ નોંધાઈ હતી. યાર્ડમાં ટમેટાનો લઘુતમ ભાવ રૂ. 600થી 1000 પ્રતિ મણ બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...