આણંદ પાલિકાના સત્તાધિશોએ વિકાસના નામે બણગાં ફુકી રહ્યાં છે.ત્યારે શહેરના વોર્ડ નં 6માં સ્થાનિક રહીશોની સુવિધા અર્થે બે કરોડ ઉપરાંતના રકમના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ કોમ્યુનિટી હોલમાં એસી બેસાડવા માટે વડી કચેરીથી મંજૂરી નહીં આપવામાં આવતી હોવાનું બહાનું બતાવીને બે વર્ષથી કોમ્યુનિટી હોલ શરૂ કરવામાં આવતો નથી. જેના લીધે ખંડેર હાલતમાં ફેરવાઇ ગયો છે. આખરે સ્થાનિક વિસ્તારના નગરસેવકે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતું હોવાથી હાઇકોર્ટમાં જાહેર હિતની રીટ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આણંદ પાલિકા દ્વારા બે વર્ષપહેલા વોર્ડ નં 6મા ખાટકીવાડ પાસે નવો કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ કોમ્યુનિટી હોલમાં સેન્ટ્રલ એસી નાંખવા માટે પાલિકા દ્વારા વડી કચેરી મંજૂરી માંગવાની આવી હતી. પરંતુ વડી કચેરીથી આજદિન સુધી મંજૂરી આપવામાં આવતી નહીં હોવાના બહાન બતાવવામાં આવી રહ્યાં છે.
જેનાલીધે સ્થાનિક વિસ્તારના રહીશોને લગ્ન પ્રસંગ કે સામાજીક કાર્યક્રમ માટે આમતેમ ભટકાવું પડે છે. જો કે કોમ્યુનિટી હોલ પાલિકા તંત્ર દ્વારા સેન્ટ્રલ એસી વગર ખુલ્લો કરી દેવામાં આવે તો ઓછા ભાડામાં વધુ સુવિધામળી શકે તેમ છે. પરંતુ આણંદ નગર પાલિકાના સત્તાધિશો દ્વારા ઇરાદ પૂર્વક કોમ્યુનિટી હોલ શરૂ નહીં કરતાં ખંડેર હાલતમાં ફેરવાઇ ગયો છે.તેમજ અસામાજીક તત્વો અડીંગો જમાવી દેતા હોવાથી સ્થાનિક વિસ્તારના રહીશો તોબા પોકારી ઉઠયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.