આણંદ શહેરના ઉમા ભવન પાછળ અને ટાઉનહોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી વન છેલ્લા 10 વર્ષથી ખંડેર હાલતમાં જોવા મળી રહ્યાં છે. જેને લઇને પર્યાવરણ પ્રેમીઓએ રોષ વ્યકત કર્યો છે. જે તે સમયે સરકારની વિવિધ યોજનામાંથી વિરાંજલી વન બનાવવામાં આવ્યાં હતા. પરંતુ જાળવણીના અભાવે નાંણા એળે ગયા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
આણંદ શહેરની મધ્યમાં આવેલ ટાઉન હોલ નજીક તથા ઉમાભવન પાછળ આણંદ નગર પાલિકા તથા વન વિભાગ દ્વારા વર્ષ--2011માં વિરાંજલી વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિર્માણ થયાના ગણતરીના દિવસો દરમ્યાન આ વનની સાફસફાઈ કરાઈ હતી.
ત્યારબાદ તંત્ર દ્વારા વિરાંજલી વનની સાચવણી બાબતે આળસુ નીતિ દાખવવામાં આવતા છેલ્લા અગિયાર વર્ષથી આ વન ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી અર્થે આણંદ નગરપાલિકાને લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે પરંતુ પાલિકા તથા વન વિભાગની ઘોર બેદરકારીના કારણે આ વિરાંજલી વન હાલ સાવ બિનઉપયોગી થઈ ગયું છે. વર્ષોથી ખંડેર હાલતમાં પડેલ આ વિરાંજલી વનનું મુખ્ય પ્રવેશદ્વાર જર્જરિત થઈ ગયું છે. તો અંદર ઝાડીઝાંખરા તથા જંગલી વનસ્પતિનો રાફડો ફાટયો છે.
વનવિભાગ અને પાલિકાની બેદરકારીને કારણે વિરાંજલી વન વિરાન બન્યાં
આણંદ શહેરની શોભા વધારવા માટે તેમજ શહેરીજનોને સુવિધા પુરી પાડવા હેતુથી વર્ષ 2011માં વિરાંજલી વનનું નિર્માણ થયું ત્યા આ વિરાંજલી વન પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષાને લઈ હાલ સાવ બિનઉપયોગી થઈ જવા પામ્યું છે. વિઠ્ઠલ પરમાર, સ્થાનિક રહીશ, આણંદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.