અકસ્માત:આણંદમાં નશાખોર કાર ચાલકે મિનિટ્રકને ટક્કર મારતાં ટ્રક વીજ પોલ સાથે અથડાઇ, કારચાલકની અટકાયત

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના રૂપાપુરા પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહેલી મિનિટ્રકને કારે ટક્કર મારતાં ટ્રક વિજપોલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક રાજાપાઠમાં હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કાર પુરપાટ ઝડપે આવી રહી હતી
આણંદ શહેરની રૂપાપુરા પ્રાથમિક શાળાની બાજુમાં રોડ પર બુધવારની મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કાર જીજે 23 સીસી 5440ના ચાલકે મિનિટ્રકની ઓવરટેક કરી તેને ટક્કર મારી હતી. જેના કારણે મિનિટ્રક નજીકના વીજ પોલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતના પગલે ગણેશ ચોકડી પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રાવજીભાઈ સહિતની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
​​​​​​​પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
મહત્વનું છે કે, આ સમયે કાર ત્યાંજ પડી હતી. જેથી કારને કોર્ડન કરી ચાલકને પકડી લીધો હતો. તેની પુછપરછ કરતાં તે નિલેશ હસમુખસિંહ પરમાર (રહે.નાવલી) હોવાનું જણાવ્યું હતું. આ પુછપરછમાં તે રાજાપાઠમાં હોવાનું જણાતાં તેની અટક કરી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...