તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી તંત્ર:તુલસી ગરનાળું વીજજોડાણ ના અભાવે પાણીમાં ગરકાવ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકોનો 2 લાખનો ખર્ચ માથે પડ્યો

આણંદ તુલસી ગરનાળામાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાએ બે લાખના ખર્ચે નવો પમ્પ મુકવામાં આવ્યો હતો.ત્યારે વિજ તંત્રએ કનેકશન નહીં આપતાં આજે વરસાદ પડવાની સાથે તુલસી ગરનાળું પાણીથી તરબોળ થઈ ગયું હતુ.જેના પગલે પરીખ ભુવન, ગામડી વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બન્યા હતા.જો કે વરસાદે પાલિકા તંત્રની પોલ બહાર પાડી દીધી હતી.શહેરીજનોની ફરીયાદોના પગલે આખરે પાલિકાએ ચાર જેટલી ડમ્કીઓ મુકીને પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો.

પાપ્ત માહીતી મુજબ આણંદ તુલસી ગરનાળામાં વરસાદી પાણીના નિકાલ માટે આણંદ પાલિકાના વોર્ડ 11માં આવેલા નગરસેવકોની રજૂઆતના પગલે ઓટોમેટિક 20 એચપીનો પમ્પ મુકવામાં આવ્યો હતો. જ્યારે વિજ તંત્રએ વિજ જોડાણ આપવામાં વિલંબ થયો હતો. આખરે શુક્રવારે ધોધમાર વરસાદ પડવાથી તુલસી ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતુ.જેના લીધે રહીશો,વાહન ચાલકો હાલાકીનો ભોગ બન્યા હતા. આ બાબતે રહીશોએ સોશિયલ મિડિયામાં પણ રોષ ઠાલવ્યો હતો.

ત્યારે વરસાદે આણંદ નગરપાલિકાએ લાખ્ખો રૂપિયાના તૈયાર કરવામાં આવેલ ગરનાળું સહિત રૂ 2 લાખના ખર્ચે પાણી ખેંચવા માટે મુકવામાં આવેલ પામ્યો ખર્ચ માથે પડ્યો હતો.બીજી તરફ પાલિકાએ ચાર જેટલી ડમ્કીઓ મુકીને પાણી ઉમેદવારો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...