તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુમાફિયાઓમાં ફફડાટ:લાલપુરા મહિ કિનારે તંત્ર દ્વારા ડ્રોનથી સર્વે કરાયો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રેકટર-જેસીબી ઝડપી પાડી ડિટેઇન કરાયા

ખાણખનીજ વિભાગ દ્વારા ઉમરેઠ તાલુકાના લાલપુરા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર નદીમાં રેતીનું મોટાપાયે ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદનો પગલે ડ્રોનથી સર્વે કરવામાં આવ્યો હતો. આણંદ ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, લાલપુરા મહિસાગર નદી તટ પર ખનન બાબતે ગાંધીનગરથી અલગ અલગ ટીમો દ્વારા ડ્રોનથી સર્વે હાથધરવામાં આવ્યો હતો.

જેમાં છેલ્લા ઘણાં સમયથી ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાનું પણ તપાસમાં ખુલ્વા પામ્યું હતું.જો કે ડ્રોન કેમેરામાં ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાનું દેખાઇ આવતાં એક ટ્રેકટર અને એક જેસીબી મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા નિયમ અનુસાર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. રેતી ખનન કરવામાં આવતું હોવાના પગલે તંત્ર દ્વારા ડ્રોનથી સર્વે કરીને કાર્યવાહી હાથ ધરવાના પગલે ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો