આણંદના જોગણી માતા મંદિર પાછળ વણજારા સોસાયટીમાં રહેતા અશોક રઇજીભાઈ તડવી ડ્રાઈવીંગનો વ્યવસાય કરે છે. તેમના માતા મધુબહેન, મોટાભાઈ રઇજીભાઈ તડવી અને પડોશમાં રહેતા કંચનભાઈ શનાભાઈ બારીયા, મનહરભાઈ જયંતીભાઈ બારીયા સાથે મનહરભાઈની કારમાં કરનાણી પીપળીયા ખાતે ગયાં હતાં. જ્યાંથી કંચનભાઈના પુત્ર વિશાલ બારીયા (ઉ.વ.11)ને હાર્ટની બિમારી હોવાથી આણંદની હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા હતાં.
વડોદરાથી આણંદ તરફ જવાના નેશનલ હાઈવે પર મોગર બાલ અમુલ પ્લાન્ટ પાસે અકસ્માત સર્જાયો હતો. આથી, અશોકભાઈ તુરંત ઘટના સ્થળે ગયાં હતાં. જોયું તો મોગર બાલ અમુલ પાસે મિનીટ્રક નં.જીજે 2 ઝેડ ઝેડ 9982ના ચાલકે રોંગસાઇડે વાહન ચલાવતા કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જી દીધો હતો. આથી, કારમાં સવાર રાજુભાઈ રઇજીભાઈ તડવી, મધુબહેન રઇજીભાઈ તડવી, વિશાલ બારીયા, મનહર બારીયા, કંચનભાઈ સોમાભાઈ બારીયાને નાની - મોટી ઇજા પહોંચી હતી. જેમને પ્રાથમિક સારવાર બાદ વડોદરા રિફર કરવામાં આવ્યાં હતાં. આ અંગે વાસદ પોલીસે મિનિટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.