તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:એક્સપ્રેસ-વે પર આઈશર પાછળ આઈશર અથડાતાં ચાલકનું મોત

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહન ચાલક રીફ્રેશ થવા ઊભો હતો ત્યારે ઘટના બની હતી

વડોદરા-અમદાવાદ એક્સપ્રસ વે પર મંગળવારે સવારે આઈશરનો ચાલક રીફ્રેશ થવા માટે બાજુ પર આઈશર પાર્ક કરી ઊભો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા અન્ય આઈશરના ચાલકે તેની સાથ આઈશર અથડાવી હતી. જેને પગલે આઈશરની આગળ ઊભા રહેલા ચાલકનું મોત નીપજ્યું હતું.ભાવનગર જિલ્લાના સિહોરના વતની અને હાલમાં સુરત અમરોલી ખાતે પોતાનાં પરીવાર સાથે રહેતાં દર્શનભાઈ કાંતીભાઈ ચૌહાણ ટ્રાન્સપોર્ટનો ધંધો કરી જીવન ગુજરાન ચલાવે છે.

દર્શનભાઈ ચૌહાણને અમદાવાદ વિશેષ ડિસ્ટીબ્યુટર પ્રાઇવેટ કંપની જુંડાલ ખાતે માલ મોકલવાનો હોઈ પોતાની આઈશરમાં માલ ભરીને ડ્રાઈવર જીવરાજભાઈ ગોહિલ અને કંડકટર તરીકે રાકેશભાઇને મોકલ્યા હતાં. સુરતથી માલ ભરીને અમદાવાદ જઇ રહેલા જીવરાજભાઈ ગોહિલ અને રાકેશભાઈ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આણંદ તાલુકાના સમારખા પાસે પોતાની આઈશર ગાડી ઉભી રાખી રીફ્રેશ થવા રોકાયા હતા. અને આઇશર ગાડી આગળ ઉભા હતા.

ત્યારે પાછળથી પુરઝડપે આવી ચઢેલી આઈશર આગળ ઊભી રહેલી આઈશર પાછળ અથડાઈ હતી. જેને પગલે આઈશર ગાડીની આગળ ઊભા રહેલા ચાલક જીવરાજ ગોહિલ અને કંડકટર રાકેશભાઈ નીચે કચડાઈ જતાં જીવરાજ ગોહિલનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...