કાર્યવાહી:કરમસદ પાલિકામાં પગાર ચૂકવવાના ફાંફા વચ્ચે ડ્રેનેજનું વીજ જોડાણકપાયું

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા. 1.50 કરોડ ઉપરાંતનું વીજબિલ બાકી પડતાં કાર્યવાહી કરાઈ

કરમસદ નગરપાલિકા સત્તાધિશોના અણઘડ વહિવટના કારણે પાલિકાની તિજોરીમાં ભંડોળનો અભાવ છે. પાલિકાના સત્તાધિશોએ મુદત પૂર્ણ થતાં પહેલા પાલિકાના નાંણાથી આડેધડ વિકાસના કામો હાથધરીને પાલિકાની તિજોરી ખાલી કરી દીધી હતી. જેથી વહિવટદારને પાલિકાનું સંચાલન કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

બે ડ્રેનેજ કનેકશનનું 40 લાખ ઉપરાંત વીજ બીલ બાકી પડતાં એમજીવીસીએલ કનેકશન કાપી નાંખ્યું હતું.જેથી પાલિકા જનરેડ મુકીને ગંદા પાણીનો નિકાલ કરવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત પાલિકા ફરજ બજાવતાં કર્મચારીઓને વયમર્યાદાને કારણે નિવૃત થયે બે વર્ષ થયા છતાં ગ્રેજયુઇટી સહિતની રકમ ચુકવી ન હતી. જેથી કર્મચારીઓ મદદનીસ શ્રમ આયુકત કચેરી રજૂઆત કરતાં શ્રમ આયુકત કચેરી તાત્કાલિક વ્યાજ સહિત નાંણા ચુકવવાનો હુકમ કર્યો છે.

કરમસદ નગરપાલિકામાં ફરજ બજાવતા ચંદુભાઇ રાઠોડ સહિત કેટલાંક કર્મચારી 2021 પહેલા નિવૃત થયા હતા. પરંતુ પાલિકા દ્વારા ગ્રેજયુઇટી સહિતની રકમ ચુકવવામાં ઠાગ ઠૈયા કરવામાં આવતાં હતા.જેથી કર્મચારીઓ મદદનીશ શ્રમ આયુકત કચેરી રજૂઆત કરતાં શ્રમ આયુકત કચેરી દ્વારા ગ્રેજયુઇટી એકટ હેઠળ કરમસદ પાલિકાને નિવૃત કર્મચારીઓને તેમની ગ્રેજયુઇટીની રકમ વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કર્યો છે. જયારે પાલિકા દ્વારા 1.50 કરોડ ઉપરાંત ડ્રેનેજ કનેકશન, સ્ટ્રીટલાઇટ સહિત બિલ બાકી પડે છે. તેમ છતાં પાલિકા સતાધિશોએ વીજબીલ ભરવાની તસ્દી લીધી ન હતી. જેથી હાલમાં બે ડ્રેનેજ કનેકશન એમસીવીસીએલ દ્વારા કાપી નાંખવામાં આવ્યાં છે. જેને લઇને નગરમાં અનેક ચર્ચાઓ જોર પકડયું છે.

અન્ય સમાચારો પણ છે...