• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Dr. Varghese Kurian, The Pioneer Of Indian White Revolution And Known As 'The Milkman' Paid Tribute By Donating 211 Units Of Blood On His 10th Death Anniversary.

રક્તદાન મહાદાન:ભારતીય શ્વેતક્રાંતિનાં પ્રણેતા અને 'ધ મિલ્કમેન' તરીકે ઓળખાતાં ડો.વર્ગીસ કુરિયનને 10મી પુણ્યતિથિએ 211 યુનિટ રક્તદાન થકી શ્રદ્ધાંજલિ અપાઈ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ અમૂલ ડેરીને વિશ્વિક ઓળખ અપાવવા અને ભારતમાં શ્વેતક્રાંતિનો કીર્તિધ્વજ સ્થાપિત કરનારા ડો.વર્ગીસ કુરિયનને તેઓની 10 વાર્ષિક પુણ્યતિથિને અમૂલ ડેરી કર્મચારીગણ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અમૂલ ડેરી અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ડો.વર્ગીસ કુરિયનની 10 મી પુણ્યતિથિએ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.જેમાં અમૂલ ડેરીના કર્મચારીગણ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરાયું હતું.જે થકી 211 જેટલા માતબર યુનિટ રક્ત એકત્ર થયું હતું.

આ શિબિરમાં અમૂલ ડેરી, આણંદ તેમજ શાંતિલાલ અંબાલાલ પટેલ, લેબર કોન્ટ્રાકટર તરફથી રક્તદાતાઓને પ્રોત્સાહન મળે એ હેતુથી સ્મૃતિ ગિફ્ટ અને રેડ ક્રોસ તરફથી બ્લડ ગ્રુપ કાર્ડ અને સ્મૃતિ ગિફ્ટ આપવામાં આવી હતી. આ શિબિરને સફળ બનાવવા અમૂલના જયેશ જોશી, મનીષ ઓઝા, પ્રશાંત મેકવાન, તુષાર પટેલ અને મૃણાલ દેસાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વવિખ્યાત 'અમૂલ' બ્રાન્ડ નું નામ તો આપે જરૂરથી સાંભળ્યું હશે. જ્યારે કોઇ પણ ડેરી પ્રોડક્ટની વાત આવે ત્યારે સૌથી પહેલા Amul બ્રાન્ડ આપણા મગજમાં આવે છે. પરંતુ એક વાત તમે નહીં જાણતા હોવ કે, અમૂલની વિશ્વિક પ્રગતિમાં ડો.વર્ગીસ કુરિયનની સૌથી મોટો ફાળો છે. ભારત એક સમયે દૂધની અછત સામે ઝઝૂમી રહ્યું હતું. પરંતુ તેઓએ ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડો. વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના જનક અને 'મિલ્કમેન ઑફ ઇન્ડિયા' (Milk Man of India) તરીકે જાણીતા થયા હતા.ડો.વર્ગીસ કુરિયનનો જન્મ કેરળના કોઝિકોડમાં થયો હતો. તેમનો જન્મ નવેમ્બર 1921માં સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.જ્યારે તેઓનું મૃત્યુ 9 September 2012 રોજ નડિયાદ ખાતે થયું હતું જ્યારે તેઓની ઉંમર 90 વર્ષ હતી.તેમણે વર્ષ 1940માં લોયલા કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.તેઓને વિશ્વિક અને ભારતીય પુરસ્કારોથી નવાજાયા હતા જેમાં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ (1989)ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ (1997),પદ્મવિભૂષણ (1999),પદ્મભૂષણ (1966),પદ્મશ્રી (1965),રેમોન મેગ્સેસે એવોર્ડ (1963) સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...