તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Dr. Rita Kumar Of NV Patel College, Anand Was Awarded For Her Research Work In Industrial, Educational And Government Interconnection Project.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:આણંદની એન.વી.પટેલ કોલેજના ડો.રીટા કુમારના સંશોધન કાર્યની ઔદ્યોગિક, શૈક્ષણિક અને સરકારી આંતર જોડાણ પ્રોજેક્ટમાં પસંદગી થતા ઇનામ અપાયું

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધરિત્રી પટેલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન કાર્યને 2020-21 વર્ષના એવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યું

આણંદની ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ઘટક સંસ્થા એન.વી.પટેલ સાયન્સ કોલેજ તેના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંશોધનકાર્ય માટે જાણીતી છે. વિવિધ વિષયોમાં પીએચડી સુધીનું ઉચ્ચતમ શિક્ષણ પ્રદાન કરતી આ સંસ્થાના સ્કોલરો નામાંકિત જગ્યાઓ પર સ્થાપિત થઇ સંસ્થાનું નામ રોશન કરે છે. આ કોલેજના અનુભવી પ્રાધ્યાપકો ઉત્તમ રિસર્ચ ગાઈડ તરીકે કામગીરી બજાવે છે અને ઉચ્ચતમ શિક્ષણ એટલે કે પીએચડી ડિગ્રી સુધીનો અભ્યાસ કરાવે છે.

આ સંસ્થામાં 25 વર્ષોથી કાર્યરત બાયોલોજીકલ એન્ડ એન્વારોન્મેન્ટલ સાયન્સના હેડ અને રિસર્ચ ગાઈડ ડો.રીટા કુમારના માર્ગદર્શન હેઠળ ધરિત્રી પટેલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન કાર્યને તાજેતરમાં 2020-21 વર્ષના એવૉર્ડ માટે ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર, ગાંધીનગર દ્વારા પસંદ કરવામાં આવ્યું છે.

હાલમાં જયારે પર્યાવરણને લગતી ઘણી બધી સમસ્યાઓ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ચુકી છે. ફક્ત વિકસિત દેશો નહીં પણ ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ વાયુ પ્રદુષણ, વેસ્ટ મેનેજમેન્ટ, પાણીનો બચાવ, કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ, જૈવિક વિવિધતાનું સંરક્ષણ આવા કેટકેટલા મુદ્દા પ્રશ્નો બની આપણી સામે ઊભા થઈ રહ્યા છે. ત્યારે જરૂરી છે કે આજની યુવા પેઢી આ પડકારને ઝીલીને કોલેજકાળ દરમિયાન પ્રોજેક્ટ વર્ક કે ડિઝર્ટેશન કે એમ.એસ.સી અથવા પી.એચ.ડીના સંશોધન દ્વારા એવા કોઈ સોલ્યુશન ઉકેલ રજૂ કરે જે આવા પ્રશ્નોના નિરાકરણ માટે ખુબ ઉપયોગી સાબિત થાય.

આ ઉદ્દેશ્યથી ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર,ગાંધીનગર દ્વારા ઇન્ટર લિંકિંગ ઓફ ઇન્ડસ્ટ્રી, એકેડેમીઆ એન્ડ ગવર્નમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયેલ છે. રાજ્યભરમાં હાથ ધરવામાં આવતા રિસર્ચ પ્રોજેક્ટમાંથી પર્યાવરણીય સમસ્યાના ઉકેલ રૂપ કાર્યને સિલેક્ટ કરી તેવા વિદ્યાર્થી અને શિક્ષકનું બહુમાન કરવામાં આવે છે.

જે અંતર્ગત ચાલુ વર્ષ 2020-21 માટે જાહેર થયેલા પરિણામોમાં ડો.રીટા કુમાર દ્વારા નિર્દેશિત ધરિત્રી પટેલના ફાયટો રેમેડિએશનના સંશોધનને પી.એચ.ડી કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું. ઇન્ડસ્ટ્રી દ્વારા છોડવામાં આવતા એફલ્યુન્ટમાં રહેલા હાનિકારક તત્વો અને કેમિકલ્સ થી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. ત્યારે એવી વનસ્પતિઓ જે આ ઝેરી તત્વોનું શોષણ અને સંગ્રહ કરીને જમીનને ફરીથી સારી બનાવવામાં ઉપયોગી બને તેવી વનસ્પતિઓ પર કરવામાં આવેલા સંશોધન કાર્યને ફક્ત લેબોરેટરીમાં જ નહિ પણ પ્રાયોગિક રીતે સ્થળ પર ઉગાડવામાં અને ઝેરી તત્વોના જમીનમાંથી નિકાલ કરવામાં પણ સફળતા મળેલી છે.

આ માટે રિસર્ચ ગાઈડ ડો.રીટા કુમારનું બહુમાન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીનીને કેશ પ્રાઈઝ અને સર્ટીથી સન્માનિત કરવામાં આવી હતી. પ્રતિભાવ આપતા ડો.રીટા કુમારએ પુસ્તકીય સિલેબસ અને ઇન્ડસ્ટ્રીમાં ઇચ્છનીય ખરેખરી આવડત વચ્ચેની ગેપને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ માટે ઇન્ડસ્ટ્રી, એકેડેમીઆ અને ગવર્નમેન્ટ વચ્ચે ઇન્ટર લિંકિંગ પ્રોજેક્ટના કાર્યની પ્રશંસા કરી હતી. જો યુનિવર્સિટીઓ અને ઇન્ડસ્ટ્રીના સહયોગથી અભ્યાસક્રમની રચના થાય તો સ્કિલ બેઝડ લર્નિંગ દ્વારા નવી નેશનલ એજ્યુકેશન પોલીસીને અનુરૂપ વાસ્તવિકતામા આવશ્યક દરેક સ્કિલથી પરિપૂર્ણ ગ્રેજ્યુએટ કે સ્કોલર તૈયાર કરી શકાય. ઇન્ડસ્ટ્રી ઓફિસિઅલ્સ દ્વારા પણ તે બાબતે સહકારની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો