આણંદના મૂળ ભાલેજ ગામના વતની ડૉ. નિર્મલ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુસ્નાતક ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં પ્રોફેસર, હેડ ઓફ ડિપાર્ટમેંટ, ડીન અને ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ શનિવારે સરદાર પટેલ યુનિવર્સિટિ દ્વારા સંચાલિત સી સી પટેલ લોક વિજ્ઞાન કેંદ્રમાં વિદ્યાર્થીઓને અત્યારના આધિનુક ટ્રેન્ડ પ્રમાણે વિજ્ઞાનના નિયમો ગોખીને નહીં પણ (I.S.L.E. investigation science learning experience) તપાસ વિજ્ઞાન શીખવાનો અનુભવ દ્વારા પ્રયોગ કરી કેવી રીતે અનુસરવા તે અંગે સમજાવ્યું હતું.
નિયમો રટ્ટા મારીને નહીં પણ પ્રયોગ કરી, છણાવટ કરી કેવી રીતે શીખવા તેના ઉદાહરણમાં કોન્ડનસેશન (ઘનીકરણ) વિશે માહિતી આપી. ઘણીકરણ એટલે વાતાવરણમાં રહેલ ભેજ વાયુ સ્વરૂપે હોય છે જે પ્રવાહી અથવા ઘન બને તે પ્રક્રિયા. આ અંગે પાણીના ગ્લાસનો ઉપયોગ કરી ઉદાહરણ સહિત શાળાના બાળકોને પ્રયોગ દ્વારા સમજાવ્યું હતું.
પ્રો. નિર્મલ પટેલ વિદ્યાનગરમાં આવેલ DSTની રિજીઓનાલ સોફેસ્ટિકેટેડ લેબોરેટરી સિકાર્ટના સ્થાપક કોર્ડીનેટર પણ છે. આ લેબોરેટરી બનવા અન્ય પ્રોફેસરો એ પણ પ્રયત્ન કરેલ પરંતુ ડૉ. નિર્મલ પટેલે સચોટ કારણ રજૂ કરી લેબોરેટરી બનવા મંજૂરી મેળવી. હાલમાં ફ્લોરિડાની યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કાર્ય કરે છે. તથા અમેરિકાના ડિફેન્સના પ્રોજેક્ટનું ફંડિંગ મેળવ્યું હતું. ખાસ નોંધનીય બાબત તેમણે એ જણાવી કે તેમને બનાવેલ ઓઝોન સેન્સરનો સમૂહ છેલ્લા 8વર્ષથી સતત પ્રતિ વર્ષ NASA થકી આકાશમાં સ્ટ્રેટોસ્ફિયરમાં બલુનમાં ટેસ્ટીંગમાં મુકવામાં આવે છે અને ડેટા મેળવવામાં સફળ થયા છે.
ઓઝૉનસેન્સર તેમણે વર્ષ 2006/7માં બનાવેલ અને તેનું સફળ પરીક્ષણ 2008માં થયેલ તે સિવાય ગેસસેન્સર, ઑડરસેન્સર પર યુ.એસ.ની તથા બાયોસેન્સરના વિષયમાં અમેરિકન પેટન્ટ એનાયત થઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયેલ પ્રશ્નોના ઉત્તર ડૉ નિર્મલ દ્વારા સંતોષજનક આપવામાં આવ્યા હતા. અંતે લોક વિજ્ઞાન કેન્દ્રના માનદ નિયામક ડૉ વિભા વૈષ્ણવ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઓઝોન સેન્સરથી અનેક ફાયદા થાય છે
ઓઝોનસેન્સરએ ઇલેક્ટ્રોનિક સાધન છે જે હવામાં રહેલ ઓઝોન સાંદ્રતાનું નિરીક્ષણ કરે છે. ઓઝોનવાયુ સૂર્યના પારજાંબલી કિરણોને સીધા પૃથ્વી પર આવતા અટકાવે છે જેના લીધે હાડકનું કેન્સર, ચામડીનું કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. ઓઝોનવાયુમાં ભેજ કેટલો છે, હવા શુદ્ધ છે કે નહીં તેના માપદંડ અને ઔદ્યોગિક સુરક્ષા માટે હવાની ગુણવત્તા વિશે ડેટા મેળવે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.