તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:કરમસદના ડૉ. સુરેશભાઇ શાહનું કોરોનાથી નિધન, 11 દિવસથી કોરોના સામે ઝઝુમતા હતા

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કરમસદ શહેરમાં છેલ્લા 35 વર્ષથી કલીનીક ચલાવતા ડૉ. સુરેશભાઇ શાહનું કોરોના પોઝિટીવની સારવાર દરમિયાન સોમવારે મોત નિપજયું છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાથી તેઓની સરકારી ચોપડે કોઇ નોંધ લેવાઇ નથી. આમ કરમસદમાં છેલ્લા 8 માસમાં કોરોના શંકાસ્પદ 3 દર્દીઓના મોત નિપજયા છે. કરમસદમાં 1984માં ખાનગી કલીનીક શરૂ કર્યા બાદ 1991માં અંબાજી મંદિર પાસે ખસેડયું હતું. જયારે 2016 થી કરમસદ સોજીત્રા રોડ પર શીવ કોમ્પલેક્ષમાં કલીનીક ચલાવતા હતા. શહેરમાં સારી નામના ધરાવતા હતા. તેઓને ગત 26મી નવેમ્બરે શ્વાસની તકલીફ જણતાં રીપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવતાં આણંદની આઇરીસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. છેલ્લા 11 દિવસથી કોરોના સામે લડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો