તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:આણંદ કૃષિ યુનિવર્સિટીના ડો.એચ.એલ.ધડુકનું કોરોનાથી મોત

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડો.એચ.એલ.ધડુક વિજ્ઞાન ગુર્જરી આણંદ એકમના કારોબારી સભ્ય પણ હતા
 • આણંદ જિલ્લામાં માર્ચમાં 400 થઈ વધુ દર્દીઓ નોંધાયા

આણંદ જિલ્લામાં કૂદકેને ભૂસકે વધી રહેલ કોરોના જીવલેણ બની રહ્યો છે. 29 માર્ચ સુધીમાં કોરાના 400થી વધુ નાગરિકો કોરોના સંક્રમિત નોંધાયા છે. કેટલાક નાગરિકોએ શંકાસ્પદ કોરોનામાં મોત નિપજ્યા છે. જેની નોંધ સરકારી ચોપડે નથી. કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 17 મોત સરકારી ચોપડે નોંધાયેલ છે. મહત્વનું છે કે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડો.એચ.એલ.ધડુકનું કોરોના સારવાર દરમિયાન મોત થયાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ગત માર્ચથી કોરોના કાળમાં તુલસી પર સૌથી વધુ રિસર્ચ કરી વધારમાં વધારે લોકો તુલસીનું વાવેતર કરે અને કોરોના સંક્રમણમાં તેનો ઉપયોગ થાય તે માટે ખૂબ પ્રયાસો અને જન જાગૃતિના કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટી.ડો.એચ.એલ.ધડુકનું કોરોના સંક્રમણ ને કારણે કરુણ મોત નીપજ્યું છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા ડો.એચ.એલ.ધડુક વિજ્ઞાન ગુર્જરી આણંદ એકમના કારોબારી સભ્ય પણ હતા. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ડૉ.હરેશ.એલ. ધડુક, એક ઉમદા લાગણીશીલ વ્યક્તિત્વ અને યુવા વૈજ્ઞાનીક સાથે સાથે ઉતમ ટેકસોનોમીસ્ટ તરીકે ઓળખ ધરાવતા હતા.

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ડો.એચ.એલ.ઘડુકના કોરોના સંક્રમણને લઈ આકસ્મિક કરુણ મોત નીપજતા યુનિવર્સિટી કેમ્પસમાં સુનકાર વ્યાપ્યો છે. મહત્વનું છે કે તેઓ છેલ્લા 15 દિવસથી કોરોના સંક્રમિત થતા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.આજે બપોરના સમયે થયું દુઃખદ અવસાન થયાનું જાહેર થયું છે. આણંદ જિલ્લા અને રાજ્યના શૈક્ષણિક આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો