ઈકો ફ્રેન્ડલીની પહેલ:આણંદમાં પ્રથમ વખત 500 પરિવારો દ્વારા ઘર આગંણે ગણેશમૂર્તિનું વિસર્જન

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહી નદીમાં 2000થી વધુ મૂર્તિઓ અને ધુવારણ દરિયામાં 400 વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું - Divya Bhaskar
મહી નદીમાં 2000થી વધુ મૂર્તિઓ અને ધુવારણ દરિયામાં 400 વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું
  • આણંદ જિલ્લામાં અગલે બરસ તું જલદી આના નાદ સાથે દંુદાળાદેવને ભાવભીની વિદાય
  • આણંદ સાંઇબાબા મંદિરમાં 5 નદીઓના જળથી બનાવેલા 10 નાનાકુંડમાં 150થી વધુ માટીની મૂર્તિઓનું વિસર્જન કરાયું

આણંદ શહેર અને જિલ્લામાં 10 દિવસ સુધી વિઘ્નહર્તાએ આતિથ્ય માણ્યા બાદ શુક્રવાર વહેલી સવારથી ગામેગામ વિસર્જન યાત્રા મંડળો દ્વારા કાઢી હતી. જેના પગલે આણંદ શહેરના માર્ગો ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દીઆના નાદથી ગુંજ્યા હતા. આણંદ શહેરમાં સવારે 9 કલાકે આઝાદ મેદાનથી મુખ્ય વિસર્જન યાત્રા નીકળી હતી.જેમાં શહેરના 28 મોટામંડળ જોડતા દોઠ કિમી લાંબી યાત્રા નીકળી હતી.જેમાં 4 હજારથી વધુ શ્રધ્ધાળુઓ જોડાઇ હતી જયારે શહેરના જુદા જુદા મંડળો પોતપોતાની રીતે વિસર્જન યાત્રા કાઢીને બાકરોલ તળાવે પહોંચ્યા હતા.

આણંદ જિલ્લામાં 1450મંડળો અને 3 હજારથી વધુ પરિવારો દ્વારા ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી. વિઘ્નહર્તાની વિદાયનો દિવસ હોઈ આમતો સવારથી જ વિસર્જન શરૂ થઈ ગયુ હતુ. જેના કારણે આણંદ શહેરના માર્ગો સવારથી જ ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શહરેના વિવિધ માર્ગો પર રાત્રિની 8 વાગ્યા બાદ મોટી સંખ્યામાં મંડળોની બાકરોલ તળાવ પર પહોંચ્યા હતા. બાકરોલ તળાવમાં મોડીરાતસુધી વિસર્જન ચાલ્યુ હતું. નાનીમોટી 650 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લામાં ઉમરેઠ, આંકલાવ, સોજીત્રા, ખંભાત, તારાપુર, બોરસદ પંથકમાં શ્રીજીની વિસર્જનયાત્રા નીકળી હતી. વહેરાખાડી,વાસદ, ઉમેટા, વાલવોટ મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જયારે ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગામના તળાવ કે કેનાલમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લામાં ક્યાં કેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું

મૂર્તિ વિસર્જન સ્થળસંખ્યા
બાકરોલ તળાવ650
વહેરાખાડી મહી70
વાસદ મહી710
ઉમેટા મહી250
ધુવારણ128
પેટલાદ કુંડ125
બોરસદ કેનાલ80
ઘરઆંગણ590
સાંઇબાબા મંદિર150
અન્ય સમાચારો પણ છે...