કામગીરી:રોગચાળો અટકાવવા 2.41 લાખ ઘરોમાં ડોર ટુ ડોર સરવે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 96 ઘરોમાં મચ્છરોના પોરા મળ્યાં

ઉનાળાની ગરમીમાં પાણી જન્ય અને મચ્છર જન્ય કોલેરાની બિમારી અટકાવવા માટે આરોગ્ય વિભાગે હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવા માટે આદેશ કર્યા છે.ત્યારે આણંદ જિલ્લા મેલેરિયા વિભાગે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે મુજબ2,41,559 ઘરોમાં સર્વે મુજબ કુલ 96 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતાં. આરોગ્ય ટીમોએ મચ્છર ઉત્પતિ સ્થળોએ ટેનીસફોર્સ દવાથી મચ્છર બ્રિડીગનો નાશ કર્યો હતો. જો કે સર્વેમાં મેલેરિયા, ડેગ્ન્યુનો એક પણ કેસ મળ્યો નહીં મળતા તંત્રએ રાહતનો દમ અનુભવ્યો હતો.

હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ બીજો રાઉન્ડની ઝુંબેશ હેઠળ આરોગ્ય વિભાગની 40થી વધુ ટીમોએ આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં તાવના કેસો ડેગ્ન્યુના કેસોની તપાસણી શરૂ કરી દીધી હતી.જેમાં 52843 ઘરોની મુલાકાત લેવામાં આવતાં 96 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા.

તેમજ ઘરમાં મુકવામાં આવેલી પાણીની ટાંકી સહિત કુલ 1,45,000 ઉપરાંત પાત્રોની ચકાસણી કરવામાં 147 પાત્રોમાં પોરા મળી આવતાં પાણી સ્થળ પર નિકાલ કરીને વાહકજન્ય રોગો અટકાવવાની કામગીરી હાથ ધરી હતી.આ અંગે મેલેરિયા અધિકારી ડો. કુલશ્રેષ્ઠના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં પાણી જન્ય રોગચાળો અટકાવવા માટે ઘરમાં મચ્છરો ઉત્પતિ સ્થાન નો નિકાલ કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...