કોરોના વેકસીન સર્વે:આણંદ સહિત જિલ્લામાં કોરોના વેકસીન માટે ડોર ટુ ડોર સર્વે શરૂ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 50 વર્ષથી ‌વધુ ઉંમરના 5 લાખ થી વધુ લોકોની સર્વેની કામગીરી ચાલી રહી છે

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણે છેલ્લા 8 માસમાં તમામ તાલુકાને ઝપેટમાં લીધા છે. ત્યાર સરકાર દ્વારા હાલમાં કોરોના અટકાવવા માટે વેકસીન તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત આણંદ શહેર અને જિલ્લામાં મતદાર યાદીમાં 50 વર્ષથી ઉપરની ઉંમરના વ્યકિતઓના સર્વે કરીને શહેર અને ગામડાઓમાં વોર્ડ દીઢ કેટલાં લોકોને વેકસીન આપવાની થશે.તેની યાદી તૈયાર કરવા માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથધરવામાં આવી છે.જે અંતર્ગત આણંદ શહેરના જુદા જુદા વોર્ડમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.

આણંદ જિલ્લામાં 17 લાખ ઉપરાંત મતદારો છે.જેમાં 5 લાખ ઉપરાંત મતદારો 50થી વધુ ઉંમરના છે. તેઓની યાદી તૈયાર કરીને આગામી દિવસો વેકસીને કેવી રીતે આપી તેનું આયોજન હાથધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહથી વેકસીને મુકવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડેટા એન્ટ્રીનું કામ પુરૂ જોશમાં ચાલુ છે. હાલમાં 50 વર્ષથી ઉપરનો લોકોના મતદારી યાદીમાં નામ હોય તેવા લોકોની અલગ યાદી તૈયાર કરીને ડોર ટુ ડોર સર્વે કરીને તેઓની નોંધ કરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં 50 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને વેક્સિન આપવા અંગે નક્કી કરવામાં આવ્યું છે. આ ડેટાબેઝ પ્લાન તૈયાર કરવા માટે વિધાનસભાની મતદાર યાદીના બેઝ મુજબ 50 વર્ષથી ઉપરના મતદારો નો સંપર્ક કરી હાલમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી બુથ લેવલ ઓફિસર એટલે કે બી.એલ.ઓ ની સાથે આરોગ્ય વિભાગના કર્મચારી અને સ્થાનિક નગરપાલિકાના એક કર્મચારી ની ટીમ બનાવી હાલમાં આ કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...