આણંદના ગંગદેવનગર વિસ્તારમાં પાલિકાના સેનેટરી વિભાગના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ટીમો દ્વારા નિયમિત કચરો લેવામાં આવતો નથી.ત્યારે સ્થાનિક વિસ્તારના રહીશોએ પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય આવતા રોષ ફાટી નિકળ્યો છે.જો કે તંત્રએ સુરતની શહેરમાં કચરો ઉધરાવતી એજન્સીને રદ કરી પાલિકા હસ્તક સફાઇ કામદારોને કચરો ઉપાડવાની કામગીરીઓ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે ગંગદેવનગર વિસ્તારના રહીશ રમેશભાઇ પ઼જાપતિએ જણાવેલ કે બે દિવસથી કચરો લેવા આવતા નથી.આ અંગે ગંગદેવનગર વિસ્તારના નગર પાલિકાના સુપર વાઈઝર સમીર ભાઈને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.છતાંય પરિણામ શૂન્ય આવે છે.જો કે અમારી સોસાયટીમાં ઈરાદા પૂર્વક હેરાન કરવા આવી રહ્યા હોવાથી તોબા પોકારી ઉઠ્યા છે.
બીજી તરફ આણંદ નગર પાલિકા સેનેટરી વિભાગ ધ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે સુરતની એક એજન્સીને વર્ષોથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.જેને લીધે સીટી વગાડીને કચરો ઉધરાવતા નહીં હોવાની પણ ફરીયાદો ઉઠી છે.તેમજ આણંદ નગર પાલિકાના સફાઇ કામદારોને નગર સેવકો મન ફાવે ત્યાં કામગીરી કરાવતા હોય છે.આથી નગર પાલિકાની કરોડોની આવકની બચત થાય તેમ હોવાથી એજન્સી રદ કરીને પાલિકાના સફાઇ કામદારો હસ્તક કામગીરી શરૂ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.