તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની તૈયારી:ત્રીજી લહેરની ચિંતા ના કરશો પણ સાવધ જરૂર રહેજો, તંત્રએ વધુ 1500 બેડની તૈયારી કરી

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરના ઘાતક સ્વરૂપના પગલે અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. જેમાંથી શીખ લઈને જિલ્લા આરોગ્ય તંત્રએ સંભવિત ત્રીજી લહેર સામે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે.હાલ જિલ્લામાં 36 હોસ્પિટલોમાં 1500 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ છે. જેમાં વધુ 4 હોસ્પિટલો અને અન્ય વ્યવસ્થા સાથે બેડની કુલ ક્ષમતા વધારીને 3 હજાર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનુંઆણંદ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યું હતું.

1500 ઓકસીજન બેડ તૈયાર રખાશે
આણંદ જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ1500 બેડની વ્યવસ્થા સાથે કુલ 3000 બેડની વ્યવસ્થા કરાશે.જેમાં 1500 ઓકસીજન બેડ, 700 આઇસીયુ વેન્ટીલેટર અને 300 વેન્ટીલેટર બેડ ઊભા કરાશે.

ઓક્સિજન માંગને ધ્યાને લઇને નવા પ્લાન્ટ ઉભા કરાશે
આણંદ જિલ્લામાં બીજી લહેર દરમિયાન 27 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરાઇ હતી. તેની ત્રીજી લહેરમાં કેસ વધે તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લાની હોસ્પિટલોમાં 8 નવા ઓકસીજન પ્લાન્ટ સ્થાપી 33 મેટ્રીક ટન જેટલો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.​​​​​​​

બાળકો માટે અલાયદી 800 પથારીની વ્યવસ્થા
કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બની રહેવાની ચર્ચાઓ વચ્ચે તંત્રએ ખાસ કરીને બાળકોને ત્વરીત સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલોમાં 300 બેડ અને ખાનગી હોસ્પિટલોમાં 500 બેડ ઊભા કરવાની પણ તૈયારીઓને સૈદ્ધાંતિક સ્વરૂપ આપ્યુ છે. બાળકો માટેની આ વિશેષ વ્યવસ્થામાં સરકારીમાં 100 ઓક્સિજન , 100 આઇસીયુ વેન્ટીલેટર અને 100 સાદા વેન્ટીલેટર બેડ અને ખાનગી હોસ્પિટલમાં 200 બેડ તૈયાર રખાશે.જે અંતર્ગત પેટલાદ અને આણંદ સિવિલમાં અલગ પીડીયાટ્રીક વોર્ડ બનાવવા જરૂરી સાધન સામગ્રીની તૈયારીઓ અત્યારથી કરી દેવામાં આવી છે.

જરૂર પડે 1000 બેડનો ડોમ તૈયાર કરાશે
ત્રીજી લહેરમાં કેસ વધી જાય તો બેડની ઘટ ના વર્તાય તે માટે 1000 બેડ સાથે ડોમ તૈયાર કરવાની તૈયારી રાખવામાં આવશે. જે તે સમયે જરૂર પડે પેટલાદ વિશાળ મેદાન કે વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં ડોમ ઊભો કરી શકાય તે માટેનું આયોજન કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...