સહાય:શ્રી કૃષ્ણ હોસ્પિટલને કોવિડ-19ની સારવાર માટે દાતાઓએ દાન કર્યું

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની સહાય

કોરોનાની મહામારી વિશ્વભરમાં ફેલાઇ ગઇ છે ત્યારે શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદને રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 ની સારવાર આપવા જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ તરીકે એપ્રિલ માસમાં નિયુક્ત કરવામાં આવી હતી. જેમાં ટાટા ટ્રસ્ટ, ગીવ ઇન્ડિયા, શાંત ફાઉન્ડેશન-યુ.કે., યુનાઇટેડ વે ઓફ બરોડા, એસ. એસ. હોસ્પિટલ - પેટલાદ, સી.ડી.એચ.અો.-આણંદ, જિલ્લા પંચાયત-આણંદ, શીવા ફાર્મા કૅમ, તારક કેમિકલ્સ, રીનહાર્ટ ટેકનિક-વડોદરા, પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જ્વેલ કન્ઝયુમર્સ કેર્સ-વડોદરા, વિ.વિ. નગર ટાઉન કલબ, ઑનેરો કૅમિકલ્સ, વડોદરા, ડાઉન-ટાઉન મોટર્સ-વિદ્યાનગર અને અનેક દાતાઓએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ, અેન-95 માસ્ક, સર્જીકલ માસ્ક, એચ.આઇ.વી.કીટ, પર્સનલ પ્રોટેકટીવ કીટ વગેરેનું તથા આ સામગ્રીની ખરીદી માટે નાણાંકીય ભંડોળ પુરુ પાડીને મદદરૂપ થયા. હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓએ પણ દાનમાં સહભાગી બનીને સંસ્થાને પીઠબળ પુરું પાડયું હતું. આ તમામ દાતાઓનો શ્રી કૃષ્ણ હોસ્પીટલ ખૂબ જ આભાર વ્યક્ત કરે છે. કોવિડ-19 ના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સુરક્ષાની સામગ્રીની સતત જરૂરિયાત વર્તાય છે ત્યારે અમારી દાતાઓને આ સામગ્રી પુરી પાડવા હોસ્પિટલને સહાયરૂપ થવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...