આક્રોશ:આર્યુવેદિક તબીબને સર્જરીની છૂટ મામલે તબીબોનો વિરોધ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં ઈમરજન્સી અને કોવિડની કામગીરી ચાલુ રાખી

થોડાં સમય અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા આર્યુવેદિક તબીબોને સર્જરી કરવાનું જાહેર કરવામાં આવતા સમગ્ર તબીબી આલમમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે મેડિકલ એસોસિયશન દ્વારા સમગ્ર ભારતમાં તેના વિરોધમાં એક દિવસ માટે હડતાલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં શુક્રવારે આણંદ શહેર અને જિલ્લાના મળી કુલ 450 થી વધુ તબીબો આ િવરોધમાં જોડાયા હતા. અને તેઓ દ્વારા ઓપીડી સેવા સવારે છ વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી બંધ રાખવામાં આવી હતી. જોકે, ઈમરજન્સી સેવા અને કોવિડ સેન્ટરો ચાલુ રહ્યા હતા.

આ અંગે વાત કરતા આણંદ મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી અને એન્સ્થેટીક નિલેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરતાં આણંદ શહેર અને જિલ્લાના તમામ તબીબોએ વિરોધ દર્શાવ્યો હતો અને એસોસિયેશન દ્વારા જારી કરવામાં આવેલા બંધને પાળ્યો હતો. સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તમામ લોકો કામથી અળગા રહ્યા હતા. તેઓ દ્વારા કોઈ પ્રકારની ઓપીડી શરૂ કરાઇ નહોતી. મોટાભાગના દર્દીઓ એપોઈમેન્ટ લઈને જ હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે ત્યારે કેટલીક હોસ્પિટલમાં કેટલાંક દર્દીઓ દ્વારા આજની એપોઈમેન્ટ કેન્સલ કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...