ગ્લોબલ આયુષ સમીટ ગાંધીનગર ખાતે યોજાયેલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમીટમાં દેશના 2 હજાર ડોકટરો ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નાના કલોદરા ગામના ડો.નિરવ પટેલે આયુષ ફોર ન્યુટ્રીશન થીમ ઉપર પર્ફોમ કરીને પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે. ગુજરાત રાજય સહિત આણંદ જિલ્લાને ગૌરવ અપાયું છે.
મોર્ડન સાયન્સની ઉપયોગીતા નું વૈજ્ઞાનિક મહત્વ અને આયુર્વેદિક ઉપયોગીતાની જુદી જુદી શોધ કરેલ છે. દેશના જનતાનું આયુષ્ય શુધ્ધ રહે તેમાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદ પર વધુ ભાર મુકી રહ્યાં છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં માનવ શરીરને ગરમીમાં રાહત મળે તે વિવિધ આયુર્વેદિક જયુસ બનાવવામાં આવે છે.
જે અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમીટ યોજાઇ હતી.જેમાં નાના કલોદારના ડો. નિરવ પટેલે ઉનાળામાં ઉપયોગી બિલ્વ ફળનું આયુર્વેદિક પધ્ધતિથી જ્યુસ બનાવ્યું હતું. તથા મોર્ડન સાયન્સની ઉપયોગીતા નું વિજ્ઞાનિક મહત્વ અને આયુર્વેદિક ઉપયોગીતાની શોધ કરેલ છે.
ભારત સરકારના આયુષ મંત્રાલય (દિલ્હી) ગવર્નર ઓફ ગુજરાત તથા ભારત સરકારના કેબિનેટ મંત્રી સ્પોર્ટ્સ મિનિસ્ટરઅનુરાગ ઠાકુર તથા સર્વાનંદ સોનવલ ના હસ્તે એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપીને સન્માનીત કર્યા છે. ડો નિરવ પટેલને આ પ્રતિયોગિતા માટે આણંદ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ ડો વિનોદ નિનામા અને મેડિકલ ઓફિસર વૈધ ડો ગૌરાંગ દરજીએ માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
ડો નિરવ પટેલને આ પ્રતિયોગિતામાં આણંદ જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વૈધછે. વૈશ્વિક સ્તર પર ચરોતર અને આપણ ગુજરાતનું નામ ગુજતું કરવા બદલ ડો નિરવ પટેલ માટે આયુષ કચેરી (ગાંધીનગર)આયુર્વેદ શાખા ગૌરવ અને ધન્યતા અનુભવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.