તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લાંચ:આરોગ્ય પ્રમાણપત્ર માટે ~ 300ની લાંચ લેનારા તબીબને બે વર્ષની કેદ

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 વર્ષ પહેલાં રેલવેના સ્ટોલ ધારક પાસેથી લાંચ લીધી હતી

આણંદ રેલવે સ્વાસ્થય કેન્દ્રના તબીબને આરોગ્ય પ્રમાણપત્ર માટે રૂપિયા 300ની લાંચ લેતાં બાર વર્ષ પહેલાં એસીબીએ ઝડપી પાડ્યા હતા. જેમને આણંદ જિલ્લા કોર્ટે બે વર્ષની સાદી કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો. ચિખોદરાના વિષ્ણુપ્રસાદ અગ્રવાલ આણંદ રેલવે પ્લેટફોર્મ પર સ્ટોલ ચલાવતો હતો. સ્ટોલ ઉપર તેમના બે કારીગર છે તે પણ બેસતો હતો. સરકારી નિયમ અનુસાર, દર વર્ષે પ્લેટફોર્મ પર ધંધો કરતી વ્યકિત અને તેમના કામદારેં પ્રમાણપત્ર રૂપિયા વીસની ફી ભરી મેળવવાનું હોય છે. જે અન્વયે વિષ્ણુ પ્રસાદે પોતાના તથા પોતાના કર્મચારી સુરેશનું પ્રમાણપત્ર મેળવવા આણંદ રેલવેના દવાખાનામાં અરજી કરી હતી. રેલવે દવાખાનાના અધિકારી નિશિથકુમાર જગદીશપ્રસાદ મિત્તલને મળ્યા હતા. તેમણે બે પ્રમાણપત્ર માટે 300ની લાંચ માંગી હતી. જે તેમણે લીધા ન હતા. પરંતુ તેમણે બે દિવસ બાદ રૂપિયા 300 લઈન આવી જજે તો પ્રમાણપત્ર મળી જશે તેમ કહ્યું હતું. જેને પગલે વિષ્ણુપ્રસાદે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ચિકિત્સા અધિકારીને રૂપિયા 300ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરમિયાન આ કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ આણંદના પાંચમા એડીશ્નલ સેસન્સ જજ અને સ્પેશયલ એસીબી જજ એસ.એ. નકુમની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ એમ.એન.પટેલે દસ્તાવેજી પુરાવા છ સાક્ષી રજૂ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને બે વર્ષની સાદી કેદ અને દસ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજા ફટકારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો