તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આણંદમાં ગણેશોત્સવ દરમિયાન રોજગારીના 'શ્રી ગણેશ' કરવા ડીજેના સંચાલકોએ મંજૂરી આપવા માગ કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક હજારથી વધુ ડીજે સંચાલકો દોઢ વર્ષથી બેરોજગારીનો સામનો કરી રહ્યા છે

કોરોના કાળ અને કોવિડ ગાઈડલાઈનને લઈ સમગ્ર દેશ અને રાજ્યમાં જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હતો. આ પ્રતિબંધને લઈ અનેક વ્યવસાયો, વ્યાવસાયિકો અને કામદારોની રોજગારી ઠપ્પ થઈ ગઈ હતી. હાલ કોરોનાની અસર નહિવત જોવા મળતા ધીમે ધીમે જાહેર કાર્યક્રમોને લગતા તમામ પ્રતિબંધો ઉઠી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી આશરે એક હજાર જેટલા ડીજે સંચાલકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન રોજગારીની શરૂઆત કરવા ડીજેની મંજૂરી આપવા માગણી કરી છે.

આણંદ જિલ્લા ડીજે સાઉન્ડ એન્ડ લાઇટીંગ એસોસિએશને કલેક્ટરને જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ઘણા બધા ધંધા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. પરંતુ હાલ મોટા ભાગના ધંધાને ચાલુ કરવા માટે પરવાનગી મળી ગઈ છે. છતાં ડીજે વગાડવા વાળા લોકોનો ધંધો બંધ છે. જેના પરિણામ સ્વરૂપ આ ધંધા સાથે સંકળાયેલા ઘણા પરિવાર આર્થિક તંગી ભોગવી રહ્યાં છે. તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યું છે. આથી, હાલ આવી રહેલા ગણેશ ઉત્સવમાં સમાધાન કારક રસ્તો અપનાવી ડીજે વગાડવાની પરવાનગી આપશો અથવા ગણેશજીના પંડાલ પાસે બેઠું ડીજે મુકવાની પરવાનગી આપશો. જેથી ડીજેના ધંધા પર આશ્રિત પરિવારો પોતાની રોજગારી મેળવી શકે. આ ઉપરાંત બીજા પ્રકારની રેલીઓમાં ડીજે વગાડવાની પરવાનગી આપવામાં આવે છે. ફક્ત તહેવારોમાં પરવાનગી નહીં આપવાનું કોઇ ચોક્કસ કારણ સમજાતું નથી.

અન્ય સમાચારો પણ છે...