મક્કમ મનોબળ:વિદ્યાનગરના દિવ્યાંગ શૂટરે 10 મીટરની એર પિસ્ટલ શૂટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહુલભાઇ અમીને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનીયર છે

મક્કમ મનોબળ હોય તો વ્યક્તિ ધાર્યુ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાનગરના 50 વર્ષીય રાહુલભાઇ અમી હાથે-પગે દિવ્યાગ હોવા છતા નોર્મલ કેટેગરીની શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાહુલભાઇ અમીએ ભરૂચ ડિસ્ટ્રીક શૂંટીંગ ચેમ્પિયનશીપમાં નોર્મલ કેટેગરીમાં ભાગ લઇને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

આ મેચ ગતરોજ પૂર્ણ થઇ છે. આગામી દિવસોમાં વિજેતાઓને મેડલ સહિત પુરસ્કારોથી સમ્માનિત કરાશે. રાહુલભાઇએ પેરા સ્પર્ધક તરીકે અગાઉ નેશનલ કેટેગરીમાં સ્થાન મેળવ્યું હતું. ભરૂચમાં યોજાયેલ પમી ઓપન ભરૂચ ડિસ્ટ્રીક શૂટીંગ ચેમ્પિયનશીપ-2022માં તેઓએ નોર્મલ કેરેટરીમાં 45થી 60 વર્ષના સ્પર્ધકોમાં નામ નોંધાવ્યું હતું.

આ કેટેગરીમાં નોંધાયેલા કુલ 10 પૈકી 5 સ્પર્ધકોએ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાહુલભાઇએ 10 મીટરની એર પિસ્ટલ શૂટીંગ સ્પર્ધામાં સૌથી વધુ રેન્ક સાથે પ્રથમ ક્રમાંકિત બન્યા હતા. મહત્વનું છે કે, વ્યવસાયે સોફ્ટવેર એન્જિનીયર રાહુલભાઇએ એર પિસ્ટલ શીખવાનું દોઢ વર્ષ અગાઉ શરૂ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...