હાલાકી:આણંદ ST ડેપોના 100થી વધુ રૂટોને ડાયવર્ઝન

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ અને આંકલાવ તરફ દોડતી બસોને 30 મિનિટનો સમય વધુ લાગતાં શિડયુઅલને અસર

આણંદ શહેરની બોરસદ ચોકડી પર ફલાઇ ઓવરબ્રીજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલુ હોવાથી બોરસદ અને તારાપુરતરફથી અવરજવર કરતાં વાહન માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.જેના કારણે વાહનચાલકોને ત્રણ કિમીનો ફેરો વધી ગયો છે. આણંદ એસટી ડેપોમાંથી ખંભાત,બોરસદ અને તારાપુર તરફ દોડાવવામાં આવતી 100 વધુ એસ.ટી.બસોનાને પણ સીધી અસર વર્તાઇ રહી છે.

એસ.ટી બસને આણંદ પ્રવેશવા કે બહાર નીકળવા માટે ત્રણ કિમીનો ફેરો ફરવો પડે છે.તેમજ ડાયવર્ઝન અપાયેલા રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિકનો સમસ્યા વચ્ચે અડધો કલાક સમય વેડફાતા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે. જયારે વિદ્યાડેરી રોડ પરથી કોર્ટ થઇને જતી એસ.ટી.બસો આણંદ ડિસ્ટ્રીકટ જજએ કોર્ટ આવતાં લોકોને હેરાન પરેશાન ન થાય તે માટે બંધ કરતાં બોરસદ ,આંકલાવ તરફ જતી એસટી બસોને અમીન ઓટો ફાટકવાળા માર્ગપરથી પસાર થવાનો વખત આવ્યો છે.જેને લઇને સમય અને ઇંધણ બને વ્યય થઇ રહ્યો છે.જેને લઇને એસ ટી તંત્રના સંચાલકો મુંઝવણ અનુભવી રહ્યાં છે.

બોરસદ ચોકડી પર નવા બની રહેલા ફલાઇ ઓવરબ્રીજના પગલે બોરસદ, પેટલાદ, સોજીત્રા, ખંભાત તરફ અવરજવર કરતાં વાહનોને જુદા જુદા માર્ગો પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે 100 વધુ એસટીરૂટોને તેની અસર વર્તાઇ રહી છે. કોર્ડના હુકમ બાદ એસટી વિભાગે બોરસદઅને આંકલાવ તરફ દોડાવવામાં આવતી એસ.ટી.બસોને લોટીયાભાગોળથી અમીન ઓટો થઇને ઉમા ભવન થી જીટોડિયા રોડ પર થી દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોરસદ ચોકડી ઓવરબ્રીજ કામગીરીના પગલે તંત્ર દ્વારા જુદા જુદા માર્ગોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.ત્યારે વિદ્યાડેરી થઇને જીટોડિયા તરફ પસાર થતી આંકલાવ, આસોદર,બોરસદ, ખંભાત, તારાપુર, સોજીત્રા સહિત અન્ય ગામડાઓમાંથી આણંદ શહેરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે 20 થી30 મિનિટનો સમય થઇ જાય છે.તેના કારણે મુસાફરો હેરાનપરેશાન થઇ ગયા છે. તેમજ ડીઝલ આંધણ થતું હોય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા સત્વરે એસટીબસો માટે નિયત માર્ગ જાહેર કરવામાં આવે તે જરૂરી છે.હાલમાં અમીન ઓટો પાસેથી એસટીબસો દોડવવામાં આવે છે.

પરંતુ ડેમુ ટ્રેનના કારણે દરકલાકે ફાટક બંધ રહેતા ટ્રાફિક જામ થઇ જાય છે. વિદ્યાડેરી થી કોર્ટ થઇે જતાં માર્ગ પરથી બોરસદની એસટીબસો બંધ કરવામાં આવતાં હવે ત્રણ કિમીનો ફેરો વધી ગયો છે. આ અંગે એસટી નિયામકના પરિપત્ર બાદ જ એસટી રૂટ નિયત કરેલ રૂટ પર દોડવવા માં આવશે. તેમ આણંદ એસટી ડેપોના મેનેજરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...