તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:આણંદમાં જિલ્લા કક્ષાના સ્વાત્રંત્યપર્વની ઉજવણી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી

આણંદ જિલ્લામાં સ્વાત્રંત્ય દિનની ઉજવણી કોરોના મહામારી વચ્ચે સરકારની માર્ગદર્શિકા મુજબ રાષ્ટ્રીય પર્વ સ્વાત્રંત્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. આણંદ જિલ્લામાં 15મી ઓગસ્‍ટની જિલ્લા કક્ષાની ઉજવણી આણંદ જિલ્‍લાના મુખ્‍ય મથક આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવનાર છે. જેના આયોજનના ભાગરૂપે ગુરૂવારે જિલ્લા કલેકટર આર.જી.ગોહિલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પર્વ 15 ઓગષ્ટની ઉજવણી અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે સ્વાત્રંત્ય દિવસની ઉજવણી દરમિયાન સામાજિક અંતર જળવાઈ રહે તેમજ ઉજવણીમાં ભાગ લેનાર તમામ માસ્‍ક પહેરે તેની વિશેષ તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...