તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ રદ:ઉમરેઠ નગરપાલિકા દ્વારા રૂ.10.50 લાખની ગાડી ખરીદી બાબતમાં રકમ વસુલવાનો હુકમ ડિસ્ટ્રીકટ કોર્ટે રદ કર્યો

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિનામાં વડોદરા પ્રાદેશિક કમિશનરે રૂ.10.50 લાખ વસુલવાનો હુકમ કર્યો હતો

ઉમરેઠ નગરમાં ચકચાર મચાવનાર નગરપાલિકા દ્વારા 10.50 લાખની ગાડી ખરીદી બાબતમાં વડોદરા પ્રાદેશિક કમિશનરે વસુલાતના કરેલા હુકમને આણંદ ડિસ્ટ્રીકટ કોર્ટે રદ કરતા નગરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગાડી ખરીદી બાબતે પૂર્વ પ્રમુખને રાહત મળતા પૂર્વ પ્રમુખના ટેકેદારોમાં ખુશીની લહેર વ્યાપી છે. જ્યારે સામે પક્ષે અરજદારોમાં પણ આગળની રણનીતિ અંતર્ગત નવી ગતિવિધિ હાથ ધરવા કાયદા વિદ્વાનોનો સંપર્ક સલાહ લઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

વર્ષ 2019માં ઉમરેઠ નગર પાલિકાએ રૂ.10.50 લાખની કિમતની મારુતિ સુઝુકી અર્ટિકા (GJ-23-GA-0487)ખરીદી હતી. આ મામલે નગરના એક જાગૃત નાગરિક ભરતભાઇ ઠાકર તેમજ મિલનકુમાર વ્યાસે વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશ્નર ન.પા સમક્ષ ઉમરેઠ નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ, સી.ઑ તેમજ ચીફ એકાઉન્ટટ વિરુદ્ધ રાવ કરતાં સમગ્ર મામલો વિવાદમાં ઠસડાયો હતો.

જેમાં વાદી અને પ્રતિવાદી તરફથી રજૂ થએલા પુરવાના આધારે કેસ ડો.હર્શિલ ગોસાવી પ્રાદેશિક કમિશ્નર (ન.પા.) ની વડોદરાની કોર્ટમાં ચાલી જતાં તા.25/5/2021 ના જાહેર કરેલા હુકમ મુજબ ઉમરેઠ નગરપાલિકાનાનો 27/3/2021ના રોજ નો સામાન્ય સભાનો ઠરાવ ન.65ને રદ કરવાનો તેમજ તત્કાલીન પ્રમુખ સંગીતાબેન પટેલ, સી.ઓ ભારતીબેન સોમાણી તેમજ ચીફ એકાઉન્ટટને થયેલ આર્થિક નુકશાનની રકમ રૂ.10.50 લાખ જવાબદાર પાસેથી વસૂલ કરવાનો હુકમ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રાદેશિક કમિશનરના વસુલાત અંગેના હુકમને ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગીતાબેન પટેલ દ્વારા આણંદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ જજ કે.કે.શુક્લાની કોર્ટેમાં ચાલી જતા તમામ પુરાવાને ધ્યાને લઈ અને રજુઆતો સાંભળ્યા બાદ રુ. 10.50 લાખ વસુલવા અંગેનો વડોદરા પ્રાદેશિક કમીશ્નરે કરેલા હુકમને રદ કર્યો છે.

આ અંગે પૂર્વ પ્રમુખ સંગીતાબેન પટેલે કોર્ટના હુકમને આવકારતા જણાવ્યું હતું કે, ઉમરેઠ નગરપાલિકાએ વર્ષ 1994-95માં એક ગાડી ખરીદવામાં આવી હતી જેને 10 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. ત્યારબાદ ઉમરેઠ નગરપાલિકા પાસે કોઈ વાહન નહોતું. તેથી વાહનની જરૂરિયાત ઊભી થયેલી તેમજ ભાડાનો ખર્ચ વખતો વખત વધતો હોવાથી તેમજ સમયસર વાહન ભાડે મળતા ન હોવાથી ન.પા.ની 27/3/2018ના રોજ સામાન્ય સભાના ઠરાવથી નવીન ગાડી ખરીદવાનુ નક્કી થયું હતુ તે મુજબ સને 2018-19ના બજેટમાં જોગવાઈ કરીને તા.7/3/2019 ના રોજ ગાડી ખરીદવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...