તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:આણંદના હાડગુડમાં સૂરજબા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી ઉકાળાનું વિતરણ, 700થી વધુ લોકોએ લાભ લીધો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સંસ્થાનો પ્રયાસ

આણંદ જિલ્લામાં કોરોના નું સંક્રમણ સતત વધી રહયુ છે.વધતા જતા કોરોના કેસ ને લઈ નાગરિકોમાં ભય અને ફફડાટ વ્યાપ્યો છે.કોરોના સંક્રમણ થી બચવા હવે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકો આયુર્વેદિક ઉપચાર તરફ વળ્યાં છે.આણંદ ના હાડગુડ માં સૂરજબા આયુર્વેદિક હોસ્પિટલ ખંભોળજ ના સહયોગ થી હુસૈની હોસ્પિટલ હાડગુડ ઉકાળા આયુર્વેદિક દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનું કહેર બેકાબુ રીતે વધી રહ્યો છે. જેમાં આણંદ જિલ્લામાં પણ કોરોના એ માજા મૂકી છે.સામાન્ય નાગરિકો થી લઈ અબાલ ,વૃધ્ધ સહિત રાજકીય હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.આણંદ જિલ્લામાં વેકસીનેશન ની કામગીરી ચાલે જ છે.જોકે ગત વર્ષે વેકસીન શોધાઈ નહોતી ત્યારે નાગરિકોમાં કોરોના ના આયુર્વેદિક ઉકાળાની ભારે માંગ હતી અને જેના પીવાથી નાગરિકોમાં કોરોના સામે અકસીર ઔષધ પુરવાર થયું હતું.હાલની વિસ્તરતી જતી કોરોના સંક્રમણ ની પરિસ્થિતિમાં હાડગુડ ના નાગરિકોએ આ ઉકાળાની ઔષધીનો સહારો લીધો છે.

હાડગુડ ગામમાં ઈમામ જાફર સાદિક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હુસૈની હોસ્પિટલ માં આજ રોજ 700 થી વધુ લોકોને ઉકાળો તેમજ આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના સામે રક્ષણ મેળવી શકે તે હેતુથી સૂરજબા આયુર્વેદિક હોસ્પિટલ અને હુસૈની હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે હાડગુડ ગામમાં ઉકાળો અને દવાઓ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યો.

જેમાં સૂરજબા આયુર્વેદિક હોસ્પિટલ ના વર્ગ 4 કર્મચારી આરીફ.એફ.મિર્જા તેમજ હાડગુડ ગામના તાલુકા પંચાયત સભ્ય સૈયદ ખલીલ, સૈયદ પરવેજ યમની,અલ્હાજ મુનાવર અલી, સૈયદ આરીફ (SMC સભ્ય ), મુનાફ અશરફી,સૈયદ હિફજુ,સૈયદ અશરફ ભાઈ,સૈયદ આઝમ, મુકેશભાઈ પરમાર વગેરે લોકો હાજર રહીને કેમ્પ સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો