યોજના:અનુસૂચિત જાતિ ધરાવતા ખેડૂતોને બિયારણ-ખાતરની કીટનું વિતરણ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી અપાઇ

રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત ખાતાની યોજના હેઠળ તાજેતરમાં નિવૃત્ત સંયુક્ત બાગાયત નિયામક બી. યુ. પરમારના હસ્તે હાયબ્રિડ શાકભાજીના બિયારણ અને ખાતરની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરાઇ હતી.

આ પ્રસંગે બી.યુ. પરમારે ખેડૂતોને રાજ્ય સરકારની બાગાયત વિભાગ સહિત કૃષિને લગતી વિવિધ બાબતોની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે આણંદના નાયબ બાગાયત નિયામક નિલેશભાઇ પટેલ અને બાગાયત અધિકારી હિતેષભાઇ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની અને આઇ-ખેડૂત પોર્ટલની જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાસનોલ, રાહતલાવ, ભાલેજ, વડોદ, થામણા, સુંદલપુરા ગામોના પ્રગતિશીલ ખેડૂતોએ હાજર રહી બાગાયતી યોજનાઓની માહિતી આપી બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ તેમજ આત્મા અને ખેતીવાડી/પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...