લોકજાગૃતિ અભિયાન:મારૂં માસ્ક, મારો શણગાર, દેશનો બનશે તારણહાર તેવા સ્લોગન સાથે પતંગોનું વિતરણ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા 3 હજારથી વધુ પતંગોનું વિતરણ કરીને લોકજાગૃતિ અભિયાન

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેમ છતાં લોકો કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરતાં નથી.ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટે સૌનો સહકાર જરૂરી છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ખંભાતના કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ જાતે પતંગો બનાવીને કોરોનાને લગતા સ્લોગન પતંગ પર પ્રિન્ટકરીને જનજગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ આદર્યો છે.જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ તૈયાર કરાયેલા 3 હજારથી વધુ પતંગોનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ખંભાત કોલેજ કેમ્પસ વાણિજ્ય અનુસ્નાતક ભવન (એમ.કોમ.)ના ડૉ.હસન રાણાએ જણાવ્યું હતું કે, ખંભાત શહેરને પતંગ ઉદ્યોગ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે અને શહેરના 3000 ઉપરાંત પરિવારો પતંગની બનાવટ અને વેચાણથી પોતાની આજીવિકા કમાય છે. એમ.કોમ.માં અભ્યાસ કરતા અને પતંગ બનાવવાની રીત જાણતા વિદ્યાર્થીઓએ સહ અભ્યાસી વિદ્યાર્થીને સૌ પ્રથમ પતંગ બનાવવાની તાલીમ આપી યશસ્વી વડાપ્રધાનના આત્મ નિર્ભર ભારત અભિયાનને સાર્થક બનાવ્યું હતું. પતંગના ઉત્પાદન અને વેચાણ થકી એક વ્યક્તિ 10 લોકોને રોજગારી આપી શકે છે.

આ પ્રસંગે ડૉ.રાણા દ્વારા રચાયેલ સ્લોગન મારું માસ્ક, મારો શણગાર, દેશનો બનશે તારણહાર તથા અન્ય કોરોના સંબંધિત સ્લોગન પતંગ ઉપર લખી એવો સંદેશ આપ્યો હતો. કે દરેક વ્યક્તિએ માસ્કને પોતાના એક શણગારના આભૂષણ તરીકે ગણવો જોઇએ અને જ્યારે કોઇપણ કામ અર્થે બહાર નીકળે માસ્ક અવશ્ય ગણવું જોઇએ.

કોલેજના આચાર્ય ડૉ. વશીષ્ઠધર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ આ પતંગો ખંભાત શહેર કોરોના સામે લડત અાપતા ફ્રન્ટલાઇન વોરિયર જેવા કે ડૉકટર, પોલીસકર્મી, સફાઇકર્મી, ટ્રાફિક પોલીસ, પત્રકાર વગેરેને વિતરણ કરી સમાજમાં કોરોના જેવા સંક્રમિત રોગ સામે જનજાગૃતિ લાવી સમગ્ર ભારતને વિશ્વમાં સૌ પ્રથમ કોરોના મુક્ત રાષ્ટ્ર બને તેવા પ્રયત્નો કરવામાં આવશે.આ સમગ્ર પ્રોજેકટ એમ.કોમ.ના પ્રાધ્યાપિકા મિત્તલબેન ગોસ્વામી તથા અધ્યાપકોના અથાગ પ્રયત્નોથી પૂર્ણ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...