તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:આણંદમાં ચૂંટણી ઉમેદવારી નું ફોર્મ વિતરણ શરૂ : અપક્ષો અને કેટલાક પક્ષના કાર્યકરો પણ ફોર્મ લઈ ગયા

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી લડવા ઈંચ્છુક દાવેદારો માં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો
  • પક્ષના કેટલાક કાર્યકરો પણ ઉમેદવારી ફોર્મ લઈ ગયા હોઈ નગરમાં પક્ષોની આંતરિક રાજકારણની આંટીઘૂંટીની ચર્ચાઓ ચગડોળે ચઢી

આણંદમાં ચૂંટણી નો માહોલ ગરમાયો છે.ઉમેદવારી ફોર્મ વિતરણ શરુ થતા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ મેળવવા પહોંચી ગયા હતા.જોકે પ્રથમ દિવસ હોઈ કોઈ જ ફોર્મ ભરાયું નથી.પરંતુ આવતીકાલ થી ફોર્મ જમા કરાવવાની ગતિ શરુ થશે.કોંગ્રેસ કે ભાજપ દ્વારા ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી નથી.પરંતુ પક્ષના કેટલાક કાર્યકરો પણ ઉમેદવારી ફોર્મ લઈ ગયા હોઈ નગરમાં પક્ષોની આંતરિક રાજકારણની આંટીઘૂંટીની ચર્ચાઓ ચગડોળે ચઢી છે.

આજથી આણંદ નગરપાલીકા, આણંદ જિલ્લા પંચાયત,આણંદ તાલુકા પંચાયત ના ઉમેદવારી પત્રક ભરવાની શરુઆત કરવામાં આવી છે.કોરોના ની મહામારી ને કારણે કયાંય કોરોના ની ગાઇડલાઇન લાઈન નો ભંગ ના થાય તે હેતુથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ,અને સેનીટાઈઝર ની વ્યવસ્થા સાથે કોરોના ની ગાઇડલાઇન નુ પાલન થાય તે હેતુથી આણંદ નગરપાલીકા ના ઉમેદવાર ની પ્રકીયા આણંદ 80 ફુટ રોડ ઉપર આવેલ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે કરવામાં આવી છે.જીલ્લા પંચાયત ની ઉમેદવાર પ્રકીયા ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે કરવામાં આવશે અને તાલુકા પંચાયત ના ઉમેદવાર ની પ્રકીયા તાલુકા વિકાસ અધિકારી ટી.ડી.ઓ કચેરી ખાતે કરવામાં આવી છે.

આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે ચૂંટણી ફોર્મ વિતરણ અને સ્વીકારની શરૂ થયેલ કામગીરી ના પ્રથમ દિવસે અપક્ષ ચૂંટણી લડવા ઇચ્છુક ઘણા નાગરિકો ફોર્મ લઈ ગયા હતા.આ ઉપરાંત રાજકીય પક્ષ સાથે સંકળાયેલ કેટલાક કાર્યકરો પણ ઉમેદવારી ફોર્મ લઈ ગયા હતા.ચૂંટણી લડવા ઈંચ્છુક દાવેદારો માં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગત ટર્મ માં અપક્ષ ચૂંટણી લડી જીતેલ ઉમેદવારો પણ આ વખતે ની ચૂંટણીમાં જીત ના વિશ્વાસ સાથે ઝંપલાવવા મક્કમ હોવાનું જણાયું હતું.તો બીજી તરફ સામાજિક કામ કરતા આગેવાનો પણ લોકસેવક માંથી નગરસેવક બનવાનો થનગનાટ જોવા મળ્યો હતો.મહત્વનું છે કે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 13/02/2021 છે અને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ 16/02/2021 છે.

આ અંગે આણંદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર લેવા આવેલ વોર્ડ-4ના મહેશભાઈ વસાવાએ આગામી ચૂંટણી માં જીતનો દાવો કરતા જણાવ્યું હતું કે તેઓ સતત ત્રણ ટર્મ થી અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ-4 માંથી ચૂંટાઈ આવે છે.પ્રજાની વચ્ચે રહી પ્રજાની સેવા કરી છે.વોર્ડના પ્રત્યેક નાગરિકના જરૂરિયાત ના દરેક કર્યો માં સહકાર કર્યો છે.પ્રજાનો પ્રેમ જ અમને જીતાડે છે અને આગળ પણ જીતાડશે.

આ અંગે વોર્ડ-3 ના સામાજિક કાર્યકર ઈલ્યાસભાઈ વ્હોરા એ જંગી લીડ થી જીતનો મક્કમ દાવો કરતા જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર તરીકે તેઓ દ્વારા ખૂબ લોકસેવાના કર્યો કર્યા છે.હવે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે એની જંગી બહુમતી થી જીતી પ્રજાકીય કર્યોને વેગ આપીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો