ઘર કંકાસ:આણંદમાં મૈત્રી કરાર કરીને રહેતા યુગલ વચ્ચે અણબનાવ, પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂરી કરવા જતા પતિને ઘરે આવતા મોડુ થતા પરણિતાએ શંકા કરી ઝઘડો કર્યો હતો
  • ગુસ્સામાં કુવામાં પડતું મૂકતા પતિઓ બચાવી લીધી હતી

આણંદમાં છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરાર કરીને રહેતા પતિ-પત્ની કંકાસ થયો હતો. મજૂરી કરીને પતિ મોડો ઘરે આવતા બીજે લફરુ ચાલતું હશે તેવા શંકમાં ઝગડો થયો હતો. આથી પરિણીતાએ ઘર પાસેના કુવામાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પતિ દ્વારા પરિણીતાને બચાવી લેવામાં આવી હતી અને પિયર જતા રહેવા જણાવ્યું હતું. પિયરીયા વિરુદ્ધ જઈને મૈત્રી કરાર કરેલા હોવાથી ત્યાં પરિણીતાને આશરો મળે તેમ નહતો. આથી તેણે 181 અભયમની ટીમને બોલાવી હતી. અભયમની ટીમ દ્વારા કાઉન્સીંલીગ કરીને આશ્રયમાં મુકવામાં આવી હતી.

બોરસદની યુવતીના પહેલા લગ્નમાંથી છુટાછુડા લીધા બાદ આણંદના યુવક સાથે ત્રણ વર્ષથી મૈત્રી કરાર કરીને પતિ પત્નીની જેમ રહેતા હતા. તેમની સાથે યુવકના પહેલા લગ્નથી થયેલી બે દિકરીઓ પણ સાથે રહેતી હતી. દરમિયાન મજૂરી કરવા જતા પતિને રાત્રે ઘરે આવતા મોડું થતા અને નાની દિકરી દ્વારા પિતાના મોબાઈલમાં અજાણ્યા નબરથી થયેલા કોલ-મેસેજ જોઈને યુવતીને શક ગયો હતો. જેના કારણે બન્ને વચ્ચે અણબનાવ બનતા પરિણીતાએ પાસેના કુવામાં ઝપંલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પતિ દ્વારા તાત્કાલીક પરિણીતાને બચાવી લેવામાં આવી હતી અને પીયર જવા જણાવ્યું હતું. માતાપિતા વિરૂદ્ધમાં જઈ આ મૈત્રી કરાર કરવાથી પિયર વાળા બોલાવતા નહતા. આથી તેણે અભયમને બોલાવી હતી. 181 અભયમની ટીમ સાથે કાઉન્સીલીંગ કરીને સાસરીમાં પણ હાલના રહેવું હોવાથી આશ્રય મોકલી આપી હતી.

અગાઉ તળાવમાં કુદી આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો

અગાઉ પણ પરિણીતા ઘર કંકાસમાં ગુસ્સામાં આવી ઘરની બાજુમાં તળાવ છે, જેમાં કુદવા માટે ગઇ હતી, પરંતુ ત્રાહિત વ્યકિત જોડે મદદ માગતા 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર કોલ કર્યો અને સ્થળ પર જઈને કાઉન્સેલિંગ કરી સમજાવી હતી અને આશ્વાસન આપીને તળાવ ન કુદવાનું વિચારીને આગળ સારી રીતે જીંદગી જીવવા માટે સમજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...