તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશ જનારાઓની સંખ્યામાં વધારો:ચરોતરના આણંદમાં 3 માસમાં બે હજાર પાસપોર્ટની અરજીનો નિકાલ; કેન્દ્રમાં દરરોજ 35 અરજદારને એપોઇન્ટમેન્ટ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે ભારે ધસારો રહે છે. અહીંયા ફોર્મ ભરવાથી લઈ તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. - Divya Bhaskar
આણંદ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે ભારે ધસારો રહે છે. અહીંયા ફોર્મ ભરવાથી લઈ તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે.

કોરોનાની બીજી લહેરની સમાપ્તિ સાથે ચરોતરમાંથી વિદેશ જનારાઓની સંખ્યામાં પણ સતત વધારો નોંધાયો છે. તદુપરાંત પાસપોર્ટ માટેની અરજીઓમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ માસના ટૂંકા સમયગાળામાં આણંદ પાસપોર્ટ ઓફિસ દ્વારા 2 હજારથી વધુ પાસપોર્ટની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ હાલ પ્રતિદિન 35 લોકોને એપોઇન્ટમેન્ટ અપાય છે તે સંખ્યા વધારીને 50 કરવાનું આયોજન છે.

પ્રાપ્ત વિગત મુજબ આણંદ જીલ્લા કક્ષાની પાસપોર્ટ ઓફિસ કોરોનાની બીજી લહેરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ હોવાથી ચાલુ વર્ષે બે મહીના સુધ બંધ રહી હતી. પરંતુ કોરોના કેસો ઘટતા અને સરકારે પણ છુટછાટો જાહેર કરતાં ઓફિસ પૂર્ણકાલીન રીતે કાર્યરત કરવાની દિશામાં કામગીરી કરાઇ હતી. પરિણામસ્વરૂપ ત્રણ માસમાં બે હજારથી વધુ અરજીનો નિકાલ કરાયો હતો.

જુન માસમાં 537,જુલાઈ માસમાં 775 સહિત ઓગસ્ટ મહીનામાં આજદિન સુધીમાં 701 ઉપરાંત અરજીઓનો નિકાલ કર્યો છે. હજુ પણ પાંચ દિવસ બાકી રહયા હોવાથી આંકડો વધવાની પણ સંભાવના છે તેમ આણંદ પાસપોર્ટ ઓફિસ વેરીફીકેશન અધિકારી કાન્તિભાઈ પરમાર, રોહીતભાઈ શર્માએ જણાવ્યુ હતું. પાસપોર્ટ માટે અરજી કરનારાઓમાં વિદ્યાર્થીઓનું સવિશેષ પ્રમાણ છે.

અન્ય સમાચારો પણ છે...