બેદરકારી:કરમસદ હોસ્પિટલમાં ઓટોપ્સી બ્લોક બહાર આરોગ્ય જોખમાય તે રીતે મેડિકલ વેસ્ટ જોવા મળ્યો, સ્ટાફ નિયમ મુજબ નિકાલ કરે છેઃ હોસ્પિટલ

આણંદ10 મહિનો પહેલા
  • હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલની જે વ્યવસ્થા છે તે નિયમ મુજબ જ અનુસરાય છેઃ હોસ્પિટલ

આણંદ જિલ્લાની કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ પાસે બાયોમેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. પ્રાથમિક ધોરણે આ વેસ્ટનો નિકાલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હશે તેમ મનાતું હતું જોકે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ અંગે હોસ્પિટલે દિવ્યભાસ્કરને જણાવ્યું છેકે, હોસ્પિટલ બાયોમેડિકલ વેસ્ટના તમામ નિયમોનું યોગ્ય પાલન કરે છે અને તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને હોસ્પિટલમાં દ્વારા દિવસમાં 2 વખત વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે.

કરમસદ હોસ્પિટલમાં આવેલ ઓટોપ્સી બ્લોકમાં વપરાયેલ મેડિકલ સાધનોનો અને બાયો મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ છૂટો પડેલો જોવા મળ્યો હતો. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલના વિસ્તારમાં આ રીતે પડી રહેલ મેડિકલ સાધનો અને પહેરવેશનો વેસ્ટ જાહેર આરોગ્ય માટે જોખમી બની રહે તે રીતે નિકાલ કરાયો હતો. હોસ્પિટલના એરિયામાં જ્યાં ત્યાં ઠેર ઠેર અને બાંકડાઓ ઉપર પણ પીપીઈ કીટનો વેસ્ટ ચેપ આમન્ત્રિત કરતો નજરે ચઢે છે. હોસ્પિટલની અંદર જે રીતે મેડિકલ વેસ્ટ માટે અલગ અલગ ડસ્ટબીન છે તે વ્યવસ્થા બહાર ન હોવાથી આ વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાનું જણાઈ રહ્યું છે.

દર્દીઓના સગા વ્હાલાની બેદરકારી :કરમસદ હોસ્પિટલ
બાયોવેસ્ટના નિકાલ અંગે હોસ્પિટલે જણાવ્યું કે કરમસદ હોસ્પિટલ સ્ટાફની બેદરકારી નથી, હોસ્પિટલ બાયોમેડિકલ વેસ્ટના તમામ નિયમોનું યોગ્ય પાલન કરે છે અને તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને મળવા આવતા સગાવ્હાલાઓને પીપીઇ કીટ આપવામાં આવે છે અને તેઓ તેનો ગમે ત્યાં નિકાલ કરે છે. દર્દીના મુલાકાતીઓ માસ્ક, વોટર બોટલ વગેરે ગમે ત્યાં ફેંકીને જતા રહે છે. હોસ્પિટલની બાયોમેડિકલ ટીમ દિવસમાં બેવાર ફેંકાયેલી કીટ અને માસ્ક ઉઠાવીને યોગ્ય જગ્યાએ નિકાલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...