ફરીયાદ:આણંદ જિલ્લામાં લેન્ડ ગ્રેિબંગની 392 અરજીઓમાંથી 9નો નિકાલ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 77 અરજીઓ રદ કરવામાં આવી : 5 કેસ કરવામાં આવ્યા

આણંદ જિલ્લામાં ભૂ માફિયાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં અત્યાર સુધીમાં 392 અરજીઓ મળી છે. બે વર્ષમાં આ અરજીઓમાંથી 382જેટલી અરજીઓ પેન્ડિંગ છે. જનો નિકાલ હજુ થયો નથી. અરજીઓનો ઝડપી નિકાલ થાય તે માટે દરેક જિલ્લામાં કલેકટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.

તેમ છતાં ગોકળગતિ કામ ચાલતું હોવાથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2020થી આ કાયદો અમલ આવ્યો ત્યારેથી અત્યાર સુધીમાં 392 અરજી મળી છે. તેમાંથી 9 અરજીઓનો નિકલા કરવામાં આવ્યો છે. જેમાંથી 5 અરજીની યોગ્યતાના આધારેે ભુમાફિયાઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલકરવામાં આવી તેમજ અન્ય ચાર અરજીઓની ફરિયાદ ટુંક સમયમાં દાખલ કરવામાં આવનાર છે.જયારે 77 અરજીઓ યોગ્ય આધારપુરવાના આભાવે રદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...