આયોજન:ઇસણાવ ગામે યોજાયેલ સેવાસેતુમાં 3703 અરજીઓનો નિકાલ કરાયો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વિવિધ યોજનાઓના લાભ છેવાડા માનવી સુધી પહોંચાડવાનો અભિગમ

રાજ્ય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકોઉપયોગી યોજનાઓ,પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક,ચોક્ક્સ તથા ઝડપી ઉકેલ આવે તે માટે વહીવટી માળખાકીય વ્યવસ્થા રાજ્ય,જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે અમલમાં છે.રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો આઠમો તબક્કો યોજવાનો નિર્ણય કરાયો હતો. સોજિત્રા મામલતદાર ચાર્મી રાવલ અને તાલુકા વિકાસ અધિકારી કમલેશ નંદાના સફળ આયોજનથી આઠમા તબક્કાનો સેવાસેતું કાર્યક્રમ ઈસણાવ ખાતે યોજાયો હતો.

જેમાં પીપળાવ, ઈસણાવ, ત્રંબોવાડ અને વિરોલ ગામોનો સમાવેશ કરાયો હતો કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગત અરજીઓ, આધારકાર્ડ અને ચુંટણીકાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, આયુષ્યમાન તથા વાત્સલયકાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, સર્જિકલ સારવાર, હેલ્થ વેલનેસકાર્ડ, મિલકત આકારણી દાખલો, પી.એમ.કિસાન યોજના, રાજય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો,વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની કુલ3703 જેટલી અરજીઓ મળી હતી તે તમામ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરાયો હતો અને મોટી સંખ્યામાં અરજદારોએ વિવિધ સેવાકીય કામોનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...