તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગામડીમાં ગાયત્રી મંદિરથી મરીયમની ટેકરી માર્ગ પર ગંદકી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામડીના મરિયમ ટેકરી વિસ્તારમાં ગંદકીથી પશુઓનો ત્રાસ પણ વધ્યો છે. - Divya Bhaskar
ગામડીના મરિયમ ટેકરી વિસ્તારમાં ગંદકીથી પશુઓનો ત્રાસ પણ વધ્યો છે.
  • સ્થાનિક રહિશો દ્વારા વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાતા નથી

આણંદ શહેરને અડી આવેલા ગામડી ગામે ગાયત્રી મંદિરથી મરિયમની ટેકરી તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજય છે. તેમજ વરસાદી પાણી ભરાવાથી જીવાતોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. આ અંગે વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાતા નથી જેથી સ્થાનિક રહીશોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામડી ગ્રામ પંચાયત 4 હજારથી વધુ વસ્તી ધરાવે છે. તેમજ ગામડીને અડીને આણંદ પાલિકાની હદમાં ઘણી સોસાયટી આવેલી છે.

હાલમાં ગામના ગાયત્રી મંદિરથી પવિત્ર મરિયમની ટેકરી સુધી જવાના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજય છવાયેલું છે. તેમજ સામાન્ય વરસાદે વરસાદી પાણી ભરાઇ જાય છે. તેમ છતાં પંચાયત દ્વારા આ વિસ્તારમાં સાફસફાઇ કરવામાં આવતી નથી.જેના કારણે મચ્છરો અને જીવતોનો ઉપદ્રવ વધી ગયો છે તેમજ ભારે દુર્ગધ મારે છે. ગંદકી દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે.જેને લઇને સ્થાનિક રોષ જોવા મળે છે.

ગ્રામ પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી
પવિત્ર મરિયમ ટેકરી વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો દ્વારા પંચાયતમાં નિયમિત વેરો ભરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. જે બાબતે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં સાફસફાઇ કરવા માટે આજદિન સુધી કોઇ જ પગલા લેવાયા નથી. - એમ.વી.પરમાર, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...