અકસ્માત:પેટલાદના ભારેલ પાટીયા પાસે પુરપાટ જતા વાહન ટક્કરે ભીક્ષુકનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પેટલાદ તાલુકાના ભારેલ ગામે પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહને ભીક્ષુક જેવા માણસને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

ભારેલ ગામમાં રહેતા દીપસંગ ચૌહાણ 4થી સપ્ટેમ્બરના રોજ ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીક ઉભા હતાં તે વખતે બોરસદ - ધર્મજ રોડ પર એક અજાણ્યો ભીક્ષુક જેવો માણસ ચાલતા હતો હતો. દરમિયાનમાં પુરપાટ ઝડપે જતી ઇક્કો ગાડી નં.જીજે 19 બીએ 7826ના ચાલકની બેદરકારીના કારણે ભીક્ષુક કારની હડફેટે ચડી ગયો હતો. જેના કારણે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે કાર નં.જીજે 19 બીએ 7826ના ચાલક સામે ગુનો નોંધી વધુત પાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...