સુવિધા:કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ધ હીલિંગ ટ્રી અંતર્ગત દર મંગળવારે ડાયાબિટીસના દર્દીઓનું ચેકઅપ કરવામાં આવશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે બપોરે 3 થી 5 દરમિયાન ડાયાબિટીસ ક્લિનિક કાર્યરત રહેશે

ડાયાબીટીસના વધતા જતા દર્દીઓ અને યોગ્ય સારવાર અને નિદાન ના અભાવે અનેક નાગરિકો હાલાકી અનુભવી રહ્યા છે આણંદમાં વિશ્વ ડાયાબિટીસ દિનની ઉજવણી અંતર્ગત સર્વે માટે ડાયાબિટીસની સંભાળ - આજે નહીં તો ક્યારે ? તેને કેન્દ્રમાં રાખીને અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ધ હીલિંગ ટ્રી દ્વારા ડાયાબિટીસના રોગો માટે સમર્પિત ડાયાબિટીસ ક્લિનિક દર મંગળવારે બપોરે 3થી 5 દરમિયાન કાર્યરત રહેશે. જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા ડાયાબિટીસના દર્દીઓનું વ્યક્તિગત ધ્યાન અને સંભાળ રાખવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓને સમયસર અને યોગ્ય માત્રામાં આહાર લેવો જરૂરી છે, તેના માટે સેન્ટર ખાતે ન્યુટ્રિશ્યન દ્વારા ડાયેટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહના રોગને કાબુમાં રાખવા માટે એરોબિક કસરતો જેવી કે ચાલવું, દોડવું વગેરે અને સ્નાયુઓની મજબૂતીમાં વધારો કરવા માટે ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા દર્શાવેલી કસરતો કરવી પણ જરૂરી છે. જેને માટે સેન્ટર ખાતે ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા પુરતુ માર્ગદર્શન આપવામાં આવશે. હોસ્પિટલની એનએબીએચ પ્રમાણિત લેબમાં ડાયાબિટીસના દર્દીઓના બ્લડ અને યુરિન ટેસ્ટની તપાસ કરવામાં આવે છે. ઘરે બેઠાં ડાયાબિટીસના ટેસ્ટ કરાવવા માટે દર્દી ધ હીલિંગ ટ્રીની હોમકેર સર્વિસિસ દ્વારા બ્લડ અને યુરિનનું કલેકશન કરાવી શકે છે.

આ અંગે આણંદના સવિતાબહેન બ્રહ્મભટ્ટે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, હું ધ હીલિંગ ટ્રીની ડાયાબિટીસ કેર ક્લિનિક ખાતે નિયમિત સારવાર અર્થે આવું છું. મારું નિયમિતપણે આંખોનું ચેક-અપ, બ્લડ પ્રેસરનું નિદાન અને ડાયાબિટીસનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. એક જ માળખા હેઠળ નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ કાર્યરત હોવાથી દરેક રોગોની સારવાર મળી રહે છે. આ ઉપરાંત ન્યુટ્રિશ્યન દ્વારા ક્યા ખોરાકની પરેજી રાખવી અને ક્યો ખોરાક લેવો તેનું માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...