અમેરિકામાં ગરબા:અમેરિકામાં નવરાત્રિ મહોત્સવની ધૂમ, રાધાકૃષ્ણ મંદિરમાં અમેરિકન ગુજરાતીઓએ ગરબાની મોજ માણી

આણંદ2 મહિનો પહેલા
  • અમેરિકન કલ્ચરલમાં ઓતપ્રોત યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાની આ સોનેરી તક બની રહે છે : યોગી પટેલ
  • ગરબા મહોત્સવમાં આર્સેટિયાના મેયર રેને ટ્રેવેનો, કાઉન્સિલમેન અલીતાજ ઉપસ્થિત રહ્યા

નવરાત્રિ પ્રત્યેક ગુજરાતીનો ગમતો તહેવાર છે. ગરબો જ ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે .એક તાલ એક રાગ અને રગ રંગમાં ઝૂમતી રમતી માં જગદંબાની ભક્તિ ભક્તો શ્રદ્ધાળુઓના મનતરંગો સ્થિર કરી દે છે, માઈ ભક્તિમાં લીન કરી દે છે. અમેરિકાના રાધાકૃષ્ણ મંદિરમાં પરંપરાગત ગરબા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.અમેરિકન ભારતીયોમાં આ મંદિર લોકશ્રદ્ધા અને લોકઆસ્થા તો અમેરિકન નાગરિકોમાં આ મહોત્સવ લોકવિસ્મયનું કેન્દ્ર છે.

આસો માસની એકમથી નોમ સુધી નવરાત્રી અને દશમે વિજ્યા દશમીની ભારતમાં ઉજવણી થાય છે. જા કે જ્યાં જયાં ભારતીયો વસે છે જ્યાં પણ નવરાત્રિની ખાસ ઉજવણી થાય છે એમાં પણ ગુજરાતી હોય તો પરંપરાગત રીતે નવરાત્રિ ઉજવાય છે. અમેરિકાના લોસ ઍન્જેલસમાં રહેતા ગુજરાતી ભારતીયો દ્વારા નવરાત્રી મહોત્સવનું આર્સેટિયા ખાતે આયોજન થાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાય છે અને ગરબામાં ભાગ લે છે.

અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રીનું આયોજન થાય છે. લોસ એન્જેલસના આર્સેટિયા શહેરમાં રાધાકૃષ્ણ મંદિર ખાતે દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પપ્રમુખ હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ તથા મંદિરના ટ્રસ્ટી પ્રવીણ પટેલ તથા અન્ય હોદ્દેદારોનો સહયોગ રહે છે.

અમેરિકામાં સૌથી જુના મંદિરોમાં સ્થાન ધરાવતા આ રાધાકૃષ્ણ મંદિરમાં પરંપરાગત રીતે મા અંબાની મૂર્તિને ગરબાનું સ્થાપન કરીને નવરાત્રી ઉજવવામાં આવી હતી.અહીં આસપાસ ના શહેરોના રહીશ ગુજરાતી ભારતીય અનેરીકન નાગરિકોએ પરંપરાગત પહેરવેશમાં ગરબા મહોત્સવ ઉજવ્યો હતો. મંદિરના પૂજારી ભરતભાઈ શાસ્ત્રીએ ભાવિકો અને ગરબા રસિકોને ભગવતી માતા જગદંબાની ભક્તિનું મહત્વ અને તહેવારનું ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન પીરસ્યું હતું.

આ આયોજન અંગે યોગી ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રિનું એક અલગ જ મહત્વ છે. ગુજરાતના લોકો માટે આ પર્વ ન માત્ર માં દુર્ગા પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનો અવસર છે, પરંતુ મોજ-મસ્તીનો સમય પણ હોય છે.અહીં અમેરિકામાં પણ રાધાકૃષ્ણ મંદિરમાં નવરાત્રિ મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.દુર્ગા માતાના મંડપ સજાવવામાં આવે છે, અને અહીંના ગરબા રસિકો અને ખેલૈયાઓ પારંપરિક પરિવેશમાં દાંડિયા રાસ અને ગરબા રમે છે.અહીં અમેરિકન કલ્ચરલમાં ઓતપ્રોત યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાની આ સોનેરી તક બની રહે છે.

મહત્વનું છે કે, પ્રતિ વર્ષે આ મહોત્સવમાં અમેરિકાની જાણીતી હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહે છે. મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ગરબા મહોત્સવમાં આર્સેટિયાના મેયર રેને ટ્રેવેનો, કાઉન્સિલમેન અલીતાજ, આર્સેટિયાના કાઉન્સિલ વુમન મેલીસ્સા રેમોસો, લોસ એન્જેલસ કાઉન્ટીના સુપરવાઈઝર હિલદા સિલિકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહોત્સવને માણ્યો હતો. મેયર ટ્રેવેનોના હસ્તે પ્રવીણ પટેલ યોગી પટેલ, પરિમલ શાહ, રાજેન્દ્ર વોરા તથા અન્ય મહાનુભાવોને હિન્દુ હેરિટેજનું પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...