અયોધ્યામાં શિલાન્યાસ:28 વર્ષે આણંદના કારસેવક ધીરૂભાઇનું સ્વપ્ન પૂર્ણ થયું, 1990માં કારસેવા માટે ઇંટો લઇને ગયા હતા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં રામમંદિર નિર્માણ સ્વપ્ન કરોડો હિન્દુવાસીઓ આજે શિલાન્યાસ સાથે પુરૂ થશે. જો કે મંદિરના નિર્માણ માટે દાયકાઓથી લડાઇ ચાલતી હતી.ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ,ભાજપ અને આરઆરએસ દ્વારા 1989માં આ અભિયાન તેજ બનાવ્યું હતું. 1989થી અયોધ્યામાં રામમંદિર કારસેવક પ્રારંભ કર્યો હતો.જેમાં દેશમાંથી લાખોનીસંખ્યામાં કારસેવકો જોડાયા હતા.1992 6 ઠ્ઠી ડિેસેમ્બરે બાબરી ધ્વંસ કરવામાં ચરોતરના કારસેવકો સિંહફાળો રહેલો છે.

આણંદ શહેરના સ્ટેશન રોડ યુ.કે બેંક પાછળ રહેતા ધીરૂભાઇ દેસાઇભાઇ પટેલે 1989 થી 1992 સુધી કારસેવામાં જોડાયા હતા.તેઓ તેના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું.કારસેવકો જોમજુસો ઘણો હતો. કારસેવકો પોતપોતાની રીતે ઇંટો લઇને પહોંચ્યા હતા.જયાં પુજા અર્ચના કરવામાં આવી હતી.જયારે 6 ડિસેમ્બરે દેશભરના કારસેવકો મહાપૂજા જોડાયા હતા.એક લાખ વધુ કારસેવક ટોળા બાબરી મસ્જિદ તરફ ધસી ગયા હતા. તેઓએ બપોર સુધીમાં મસ્જિદના તમામ ઘુમ્મટ તોડી પાડયા હતા. દિવલો તોડવાની કામગીરી કરી રહ્યાં હતા.ત્યારે ધીરૂભાઇ દેસાઇ પટેલ તંત્ર દ્વારા જાહેરાત થાય તે પહેલા બાબરી મસ્જિદવાળુ સ્થળ છોડી બહાર નીકળી ગયા હતા.જો કે તેઓની સાથે 40 જેટલા કારસેવકો હતા.તે તમામ છુટા પડી ગયા હતા. જો અમારી કારસેવા માત્ર ઇંટો લઇ જવાની હતી. જો કે 5મી ડિસેમ્બરે અયોધ્યાના તમામ ટેન્ટ કારસેવકો ભરાઇ ગયા હતા.કયાં રોકાવું તે પ્રશ્ન હતો.માંડ માંડ એક ટેન્ટમાં જગ્યા મળી હતી.કારસેવકોનો જોષો વધુ હતો. સૌ કોઇ રામના કાજે પ્રાણનિછાવર કરવા તૈયાર હતા. આમ અયોધ્યા શહેર કેસરીયામાં ફેરવાઇ ગયું હતું.જો કે અમને આમંત્રણ મળ્યું નથી.તેનો કોઇ વસવસો નથી.પરંતુ જીવતે જીવ રામમંદિરનો પાયો નાખ્યો તેનો આનંદ અનેરો છે. જેથી આજે અમે દિપોત્સવ મનાવી દિવાળીની જેમ ઉજવણી કરીશું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...