નિર્ણય:ધરોઆઠમના લોકમેળા રદ પરંતુ ધાર્મિક વિધિ યથાવત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપળાવ આશાપુરી માતા, ભાલેજ ભદ્રકાળી માતાના મંદિરે વિવિધ કાર્યક્રમો

આણંદ જિલ્લામાં ધરોઆઠમ પર્વ નિમિત્તે આજે પીપળાવ આશાપુરી મંદિર, વિદ્યાનગર ઈસ્કોન મંદિર, ભાલેજ ભદ્રકાળી મંદિર સહિત જીલ્લાના અન્ય મંદિરોમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યથાવત રહેશે પરંતુ કોરોના મહામારીના કારણે લોકમેળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આણંદ નજીક આવેલા પીપળાવ આશાપુરી મંદિરે તા.14 અને 15મીએ ધરોઆઠમ પર્વે જુદા જુદા ધાર્મિકકાર્યક્રમો સહિત ભવ્ય ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરી માતાજીના પ્રાગટય દિન નિમિત્તના ધાર્મિક કાર્યક્રમો રાબેતા મુજબ યોજાશે પણ લોકમેળા નહીં યોજાય. ભાલેજ ગામે દર વર્ષે આઠમના દિવસે મેળો ભરાયા છે. ગામમાં આવેલી વર્ષો જૂની વાવમાં ભદ્રકાળી માતાના મંદિરમાં આ વર્ષે ઉજવણીના કાર્યક્રમો યોજાશે પરંતુ લોકમેળા અહીંયા પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ભાલેજ ગ્રામ પંચાયતના સરપંચ મહેબુબભાઇએ જણાવ્યુ હતુ.

દરમિયાન વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાં મંગળવારે રાધારાણીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 4:30 કલાકે મંગળા આરતી,સવારે 7:30 કલાકે ગુરૂપુજા,સવારે 8:10 કલાકે વિશેષ પ્રવચન,મહા અભિષેક,છપ્પનભોગ સહિત જુદાજુદા કાર્યક્રમો યોજવામાં આવશે.જેની અત્યારથી તડામાર તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...