રાજય સરકાર કિસાનો ઉધ્ધારની વાતો કરે છે. કિસાનોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મુકે છે. જે અંતર્ગત કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેતી માટે થ્રી ફેજ વીજળી 10 કલાક દિવસે આપવા માટે જાહેરાત કરી હતી. પરંતુ એમજીવીસીએલ દ્વારા રાતોરાત કિસાન સૂર્યોદય યોજના બંધ કરતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ઉમરેઠ તાલુકાના ખેડૂતોએ એમજીવીસએલકચેરી સામે ધરણાં કાર્યક્રમ યોજીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોધાવ્યો છે.
ઉમરેઠ અને ચકલાસી એમજીવીસીએલ ડિવીઝનમાં આવેલા ગામડાઓ છેલ્લાકેટલાંય સમયથી ખેડૂતોને થ્રી ફેઝ વીજળી મોડીરાત્ર આપવામાં આવે છે. ચકલાસી ડિવીઝન દ્વારા કિશાન સૂર્યોદયયોજના બંધ કરી દેવામાં આવી છે. તેઓ રાત કે દિવસ ગમે ત્યારે થ્રી ફેઝ વીજળી આપે છે.જેના કારણે ખેડૂતોને વીજલી રાહ જોઇને ભૂખ્યાતરસ્યાં બેસી રહેવાનો વખતઆવ્યો છે. ઉમરેઠ પંથકમાં છેલ્લાકેટલાંક દિવસથી રાત્રે 1 વાગ્યા બાદ થ્રી ફેઝ વીજળીઆપવામાં આવતી હોવાથી ખેડૂતોને પાણી વાળવા માટે રાત્રિના ઉજાગરા કરવા પડે છે.
આ અંગેખેડૂતોએ એમજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરીને દિવસે વીજળી આપવાની માંગ કરી હતી. પરંતુ ઉમરેઠ એમજીવીસીએલ કચેરીના અધિકારીઓ કોઇ જ જવાબ આપતાં નથી. જેથી સુંદલપુરા,હમીદપુરા, સહિત આસપાસના ગામોના ખેડૂતો ઉમરેઠ એમજીવીસીએલ કચેરી સામે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત રમેશ પરમારે જણાવ્યું હતું કે, એમજીવીસીએલ દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવામાં નહી આવે તો અગામી દિવસો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.