સ્વૈચ્છિક નિર્ણય:ધર્મજ 30મી સુધી સંપૂર્ણ લોકડાઉન

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ સામે ગ્રામજનોને સુરક્ષિત રાખવા માટે સરપંચ બાબુભાઇ રોહિત, ઉપસરપંચ તુષારભાઇ પટેલ અને ગ્રામ પંચાયતના સભ્યો લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.માત્ર સવારે 9 થી12 અનાજ કરિયાણા,દૂધ અને શાકભાજીની દુકાનો ખોલી શકાશે.ત્યારબાદ દિવસ દરમિયાન સંપૂર્ણ બજારો બંધ રહેશે,રીક્ષા અને ટેમ્પીવાળા આ નિયમોનું પાલન કરવાનું રહેશે. આગામી 30મી સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધર્મજ ગામના તમામ નાગરિકો માટે રેપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. સવારે ગામની પટેલવાડી રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગામમાં માસ્ક ફરજીયાત પહેરવા પંચાયત દ્વાર જણાવ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવાઅને જાહેર સ્વાસ્થય સુખાકારી માટે ગ્રામ પંચાયત દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...