ધનતેરસ:ચરોતરમાં ધનતેરસે સોના - ચાંદીનું ધૂમ વેચાણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં 7 કરોડનું સોનું અને દોઢ કરોડની ચાંદી વેચાયાનો અંદાજ

આણંદ જિલ્લામાં પુષ્ય નક્ષત્ર બાદ આજે ધનતેરસના પવિત્ર દિવસે પણ સોના - ચાંદીના દાગીનાનું ધૂમ વેચાણ થયું હતું. આજના આ દિવસે દાગીનાની ખરીદી શુકનવંતી ગણાતી હોવાથી અનેક લોકોએ પરંપરા જાળવવા માટે ખરીદી કરી હતી તો હવે સેંકડો લોકો એવા પણ હતા કે ડિસેમ્બરમાં એનઆરઆઇના લગ્નની સિઝન શરૂ થતી હોવાથી તે માટે પણ ધૂમ ખરીદી કરી હતી.

જિલ્લામાં 14 કિલો સોનું અને 175 કિલો ચાંદીનું વેચાણ થયાનો અંદાજ છે. આમ ધનતેરસે આણંદ જિલ્લાના સોનીબજારમાં સાડા આઠ કરોડ રૂપિયા ઉપરાંતનો ધંધો થયો છે. આમ દોઢ વર્ષ બાદ સોની બજાર ધમધમતું જોવા મળ્યું હતું. ધનતેરસે ખાસ કરીને સોના-ચાંદીની મૂર્તિઓ, સિક્કા, લગડી વગેરે શુકન માટે ખરીદયા હતા. જયારે લગ્ન સિઝનને લઇને દાગીનાનું વેચાણ વધુ થયું છે. ચાલુ વર્ષે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 49500 રહ્યો હતો. જો કે હવે ભાવ ઉતરવાની સંભાવના નથી તેથી લોકોએ ધનતેરસે સોનાની મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી.

નાના મોટા સોના દાગીની ધૂમ ખરીદી

વહેલી સવારથી સોનું ખરીદવા માટે મોટી સંખ્યા ગ્રાહકો સોની બજારમાં ઉમટયા હતા. અમારે ત્યાં દિવસ દરમિયાન રૂ. 2.50 કરોડનું સાડા ચાર કિલો સોનુ વેચાયુ હતું. જયારે અન્ય દુકાનોમાં મળી રૂ. 7 કરોડોનું સોનું વેચાયો હોવાનો અંદાજ છે. ગત વર્ષે કોરોનાના કારણે નહિવત માત્રામાં સોના - ચાંદીની ખરીદી થઇ હતી. જેની સામે આ વર્ષે ઘણી સારી ઘરાકી છે. - નિલય સોની, વેપારી, ઝવેરાત જ્વેલર્સ.

અન્ય સમાચારો પણ છે...