તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી અસર દરેક ધંધા ચાલુવર્ષે જોવા મળી છે.જો કે સોના બજાર પણ તેમાંથી બાકત ન હતું.તેઓને 80 ટકાનો ફટકો પડયો હતો.જેથી પુષ્યનક્ષત્ર અને ધનતેરણ પર સૌ સોના વેપારીઓન ીનજર હતી.કોરોના કારણે વેપારીઆલમાં માલ ઓછો ખરીદવાની સંભાવના હતી.કારણે પુષ્યનક્ષત્રમાં 60 ટકા માર પડયો હતો.જેથી વેપારીવર્ગ ગભરતો હતો. પરંતુ વેપારીઓની આશા કરતાં ધનતેરસ પર સારો ધંધો થયો છે. કારણ કે ડિસેમ્બરમાં લગ્ન સીઝન શરૂ થતી હોવાથી લોકોએ તેને ધ્યાને લઇને સોનાની ખરીદી કરી છે. દર વખતે ધનતેરસ પર 15 થી 20 કરોડોનો ધંધો હતો. તે આ વખતે 12 થી 13 કરોડોનો થયો છે.
ચરોતરમાં ડિસેમ્બર જાન્યુઆરી એટલે એનઆરઆઇ પાર્ટીઓના લગ્નની સીઝન તરીકે ઓળખાય છે. જેથી લોકો ધનતેરણ પર લગ્નનું સોનું મોટાપ્રમાણ ખરીદતા હોય છે. કોરોના મહામારીના પગલેપુષ્યનક્ષત્રમ સોનાની ખરીદમાં 40 થી 50 ટકાનો મારો પડયો હતો. જેથી સોનીના વેપારીઓ ચિંતીત હતા.તેઓએ માંડ 40 ટકા ધંધો થવાની આશા સેવી રહ્યાં હતા.તેમ છતાં ધનતેરસ પર તેમની ધારણ કરતા 40 ટકા વધુ વેચાણ થયું છે. જો કે ગત વર્ષની સરખામણીમાં 30 ટકા ઓછું વેચાયું છે. તેમ છતાં ભાવ વધુ હોવાથી આ વખતે 12 કરોડથી વધુ ધંધો થયો હોવાનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યાં છે.આણંદ -ખેડા જિલ્લામાં 300 વધુ નાનીમોટી ઝવેરાતની દુકાનો આવેલી છે. જેમાં સરેરાશ 400 ગ્રામ સોનાનું વેચાણ થયું થતાં અદાંજે 12 કિલોથી વધુ સોનું વેચાયું છે.જયારે ચાંદીમાં મૂર્તિનું સારૂ વેચાણથયું છે.
ભાવમાં 2000નો ઘટાડો થતાં વધુ સોનું વેચાયું
લગ્નસિઝન નજીક આવે છે.તેમજ પુષ્યનક્ષત્ર કરતાં ધનતેરસ પર સોનાના ભાવ રૂા 2000 હજારનો ઘટાડો નોંધાયો છે. જયારે લગ્નસિઝનમાં ભાવ વધવાની સંભાવના ધ્યાને લઇને લોકોએ ધનતેરસ મોટાદાગીના વધુ ખરીદી કરી હતી. જેથી 40 વધુ વેચાણ ધનતેરસ પર થયું છે. > પ્રહલાદભાઇ માંડલિયા,રાધે જવેલર્સ આણંદ
વેપારીઅોઅે ભાવમાં રાહત આપતાં વેચાણ વધ્યું
ધનતેરસના શુભમર્હુતમાં ગ્રાહકો દ્વારા અગાઉથી સોનું ખરીદીવા માટે ઓર્ડર બુક કરવામાં આવ્યા હતા.જો કે આ વખતે ધનતેરસ પર સોનાના ભાવમાં ઘટાડો થયો હોવાથી તથા સોનીઓ દ્વારા પણ ગ્રાહકોને ભાવ શકય તેટલી રાહત આપવામાં આવતાં સોનાની સારી ખરીદી થઇ છે.તેમજ લગ્ન સિઝન આવતી હોવાથી લોકોએ સોનું ખરીદયું છે. - ઘનશ્યામભાઇ સોની,પ્રમુખ જવેર્લસ આણંદ
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.