તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપિરાજ પકડાયા:ઉમરેઠમાં ધમાલી વાંદરો પાંજરે પુરાયો, ટીઆરપી જવાન સહિત 5ને બચકાં ભર્યાં હતાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દયા ફાઉન્ડેશનનાં સ્વયંસેવકોને બોલાવી વાંદરાનાં ઝૂડમાંથી આ ધમાલી વાંદરાને ઓળખી તેનું રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો

ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક વાંદરાએ ભયભીત ધમાલ મચાવી હતી. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને કચકચાટી બચકા ભરી લેતા પોલીસ સ્ટેશન તથા સોસાયટીનાં રહીશોમાં ભય ફેલાયો હતો. આખરે ઉમરેઠ આરએફઓ તથા તેમની ટીમ અને દયા ફાઉન્ડેશનનાં સહયોગથી આ ધમાલીવાંદરાને ને પકડી લેવામાં આવતા રહીશોના જીવ માં જીવ આવ્યો હોય તેવો માહોલ છે.

ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તાર તથા આસપાસનાં સોસાયટી વિસ્તારમાં એક ધમાલી વાંદરાએ ભયંકર આતંક મચાવ્યો હતો. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જઈ ટીઆરપી જવાન તથા જલારામ સોસાયટીમાં એક બાળકી સર્વોદય સોસાયટી માં એક મહિલા અને બસ સ્ટેશન વિસ્તાર માં એક રસ્તે ચાલતા ફકીર ને આ બચકા ભરી લેતા તેમને દાક્તરી સારવાર લેવી પડી હતી આજે આ ધમાલી વાંદરાને પકડી લેવાતાં નગરજનોમાં ને રાહતની લાગણી ફેલાઇ છે.

આ અંગે ઉમરેઠ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.આર. પટેલએ જણાવ્યું હતું કે, આ ધમાલી વાંદરા દ્વારા આવતા જતા તથા સોસાયટી રહીશોને બચકા ભરવાની ઘટના સામે આવતા અમે જુદી જુદી ટીમ બનાવી હતી અને ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પાંજરું મૂક્યું હતું. જેમાં કેળાં-બટાકાં જેવા વાંદરાંને ભાવતા શાકભાજી મૂકવામાં આવ્યાં હતાં. પરંતુ બે ત્રણ દિવસથી વાંદરો આવતો નહોતો જેથી પાંજરું ઉમરેઠની જલારામ સોસાયટીમાં મૂક્યું હતું. પરંતુ તેમાં પણ ધમાલી વાંદરો ન આવતા બુધવારના રોજ અમદાવાદના દયા ફાઉન્ડેશનનાં સ્વયંસેવકોને બોલાવી ઉમરેઠની મહિ કેનાલ સોસાયટીમાં વાંદરાનાં ઝૂડમાંથી આ ધમાલી વાંદરાને ઓળખી તેનું રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો હતો. હવે હાલ તેની સારવાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...