કાર્યવાહી:તારાપુરના મહીયારી ગામમાં નવરાત્રિ ગરબામાં ધામલ માચવારા બે ધમાલી ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ વણકરવાસના ગરબા આયોજનમાં ધમાલ મચાવી જાતિવાચક શબ્દો ઝીંક્યા હતા
  • તારાપુર પોલીસે કાર્યવાહી કરતાં વધુ 15 જેટલા શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયાં​​​​​​​

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મહિયારી ગામમાં શુક્રવારની મોડી રાત્રે નવરાત્રિના ગરબામાં મોબાઇલથી વીડિયોગ્રાફી કરવાના મામલે ઠપકો આપતાં હંગામો મચ્યો હતો. આ બનાવ અંગે તારાપુર પોલીસ મથકે 5 શખ્સ સહિત 15 માણસોના ટોળા સામે રાયોટીંગ, એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મુખ્ય સુત્રધાર સુખદેવ બળવંતસિંહ ચૌહાણ અને સિદ્ધરાજ રાજુભાઈ ચૌહાણને તારાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યાં હતાં. બાકીના અન્ય ફરાર આરોપીની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે, મહિયારી ગામના વણકરવાસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારની રાત્રે 11 કલાકના સુમારે ગામના સહદેવ બળદેવસિંહ ચૌહાણ સહિત પાંચ શખ્સો ગરબે ઘુમતી મહિલાઓનો મોબાઇલથી વીડિયોગ્રાફી કરતાં હતાં. આ મામલે વણકરવાસના રહિશ હિતેશ રેવાભાઈ ડોડીયાએ વીડિયોગ્રાફી કરવાના મામલે ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઇ ગયેલા સહદેવ ચૌહાણ સહિત પાંચેય શખ્સો અને અન્ય 15 માણસોના ટોળાએ સ્થળ પર આવી હંગામો મચાવ્યો હતો.

આ ઉપરાંત આરોપીઓએ હિતેશ ડોડીયા સહિતના ગરબા આયોજકોને જાતિવાચક અપશબ્દો બોલ્યાં હતાં. તેમજ ગરબામાં સાઉન્ડ સિસ્ટમ અને એમ્પ્લીફાયરની તોડફોડ મચાવી હતી. આ અંગે હિતેશ ડોડીયાએ તારાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...